Home /News /south-gujarat /સુરતઃ ગણેશ પંડાલમાં તક્ષશિલા અગ્નિકાંડની કૃતિ બનાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ

સુરતઃ ગણેશ પંડાલમાં તક્ષશિલા અગ્નિકાંડની કૃતિ બનાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ

તક્ષશિલા આર્કેડની થીમની તસવીર

શહેરમાં ગણેશજીની સ્થાપના સાથે તક્ષશિલા અગ્નિકાંડની કૃતિની થીમ બનાવીને મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

કિર્તેશ પટેલ, સુરતઃ ગણેશોત્સવની શરૂઆત થઈ છે. ગણેશ આયોજકો દ્વારા લાખોનો ખર્ચ કરી અવનવી થીમ તૈયાર કરવામાં આવી છે. જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ બધા વચ્ચે સુરતમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.

આ વર્ષે ગણેશોત્સવમાં શ્રીજીની સાથે તક્ષશિલા અગ્નિકાંડની કૃતિ બનાવી મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. યોગી ચોક વિસ્તારમાં આવેલી રાધે પાર્ક સોસાયટીમાં ગણેજીની સ્થાપના કરવામાં આવી છે. જેની સાથે તક્ષશિલા અગ્નિકાંડની કૃતિ પણ બનાવવામાં આવી છે.

તક્ષશીલા અગ્નિકાંડની ઘટનાને જીવંત કરતી થીમ ગણેશ પંડાલમાં ઊભી કરવામાં આવી છે. જેમાં તક્ષશિલા આર્કેડ, ફાયર બ્રિગેડ, વિદ્યાર્થીઓ પડતા , બ્રિજ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીજીની સાથે તક્ષશિલા અગ્નિકાંડની કૃતિ બનાવી મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી છે.

તક્ષશિલા અગ્નિકાંડને લઈને હજુ પણ મૃતકોના પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તક્ષશિલા અગ્નિકાંડના 10 જેટલા આરોપીઓ જેલમાં બંધ છે. જોકે, મૃતકોના પરિવારજનો દ્વારા નાના અધિકારીઓને જેલ હવાલે કરી ઉચ્ચા અધિકારીઓને બચાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી ન્યાયની માંગ કરવામાં આવી રહી છે.
First published:

Tags: Formation, Ganesh Chaturthi, Incident, દક્ષિણ ગુજરાત, સુરત