Home /News /south-gujarat /સુરત: તક્ષશિલા આર્કેડ આખે આખું ગેરકાયદે બનાવી ઇમ્પેક્ટ ફીમાં મંજૂર કરાવ્યું

સુરત: તક્ષશિલા આર્કેડ આખે આખું ગેરકાયદે બનાવી ઇમ્પેક્ટ ફીમાં મંજૂર કરાવ્યું

વરાછા ઝોનના જે તે સમયનાં ઇજનેરોની મીલીભગતમાં આ મિલકતની ઇમ્પેક્ટ ફી મંજૂર કરવામાં આવી હતી

વરાછા ઝોનના જે તે સમયનાં ઇજનેરોની મીલીભગતમાં આ મિલકતની ઇમ્પેક્ટ ફી મંજૂર કરવામાં આવી હતી

  સુરત: સરથાણા જકાતનાકા પર તક્ષશિલા આર્કેડ આખેઆખું ગેરકાયદે બનાવી દેવામાં આવ્યું છે. ઇમ્પેક્ટ ફી યોજનામાં મંજૂર કરાવવામાં આવ્યું હતું. તક્ષશિલા આ્કેડના ટેરેસ પર ધરાર ગેરકાયદે ડોમ બનાવી ખાનગી ક્લાસ શરૂ કરાયા
  હતા. ડોમની ઊંચાઇ માંડ પાંચ છ ફૂટ હોવાથી વિદ્યાર્થીઓને બેસવા માટે ગાદલા મુકવામાં આવ્યા હતાં. આગની દુર્ધટનામાં આ ગાદલા સળગતા આઘ વિકરાળ બની હતી. કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનાં સાધનો ન હતાં. સરથાણા
  જકાતનાકા વિસ્તારમાં 19 નિર્દોષનો ભોગ લેવાયો હતો. આ ભોગ લેનારા તક્ષશિલા આર્કેડનો કોઇ પ્લાન પાલિકામાં મુકવામાં આવ્યો ન હતો. 2011માં રાજ્ય સરકરાની ઇમ્પેક્ટ ફી યોજના હેઠળ જ્યોતીબેન હસમુખ વેકરિયાઅન અન્યોએ આ કોમર્શિયલ મિલકત મંજૂરી માટે વરાછા ઝોનમાં મુકી હતી.

  અરજદારોએ ગ્રાઉન્ડ ફ્લોર વત્ત ત્રણ માળની કોમર્શિયલ મિલકત ઇમ્પેક્ટ ફી મંજૂરી માટે મુકી હતી. વરાછા ઝોનના જે તે સમયનાં ઇજનેરોની મીલીભગતમાં આ મિલકતની ઇમ્પેક્ટ ફી મંજૂર કરવામાં આવી હતી. આ પછી ટેરેસનાં ભાગમાં
  ગેરકાયદે ડોમ બનાવવામાં આવ્યો હતો.

  ઇમ્પેક્ટ ફી લઇઆપી મંજૂરી
  ફાયર સેફ્ટીને મામલે ફાયર વિભાગનું કડક વલણ માત્ર કાગળ પર જ રહી ગયુ છે. ફાયર વિભાગનાં આ પાપે તક્ષશિલા આર્કેડમાં આજ દિન સુધી ફાયર સેફ્ટીની સુવિધા જ ઊભી થઇ શકી નથી. ફાયરની NoC આપી માત્ર મલાઇ ખાવામાં રસ ધરાવતા અધિકારીઓ દ્વારા આ દિશામાં જે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોત તો તક્ષશિલા આર્કેડમાં મોતનાં મુખમાં ધકેલાઇ ગયેલી નિર્દોષ જિંદગીઓને મોતનાં મુખમાં જતી બચાવી શકાય હોત.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Permission, Sarthana, સુરત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन