સુરતમાં સૈયદ મુસ્તાક અલી ટી-20ની સુપર લીગ અને ફાઇનલ યોજાશે

News18 Gujarati
Updated: November 19, 2019, 10:24 PM IST
સુરતમાં સૈયદ મુસ્તાક અલી ટી-20ની સુપર લીગ અને ફાઇનલ યોજાશે
સુરતમાં સૈયદ મુસ્તાક અલી ટી-20નો સુપર લીગ રાઉન્ડ અને ફાઇનલ યોજાશે

શિખર ધવન , દિનેશ કાર્તિક , શ્રેયસ ઐયર , મુરલી વિજય, કુણાલ પંડયા સહિતના સ્ટાર ખેલાડીઓ આકર્ષણ જમાવશે

  • Share this:
સુરત : બીસીસીઆઇ દ્વારા સુરત શહેરને ક્રિકેટ ક્ષેત્રે વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મહિલા ટી-20 મેચ પછી સુરતમાં ફરી મેચો રમાવવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટ માટે મહત્વની ગણાતી સૈયદ મુસ્તાક અલી ટી-20ની સુપર લીગ , સેમિફાઇનલ અને ફાઇનલ મેચ સુરતમાં યોજાશે. મેચમાં શિખર ધવન , દિનેશ કાર્તિક , શ્રેયસ ઐયર , મુરલી વિજય, કુણાલ પંડયા સહિતના સ્ટાર ખેલાડીઓ આકર્ષણ જમાવશે.

આગામી 21 નવેમ્બર થી 1 ડિસેમ્બર સુધી સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટનો સુપર લીગ રાઉન્ડ , ત્યાર બાદ સેમિફાઇનલ અને અંતે ફાઇનલ મેચનું આયોજન બીસીસીઆઇ દ્વારા સુરતમાં કરવામાં આવ્યું છે. જેમાં આઠ મેચો ડે નાઇટ રમાશે. દેશમાં પાંચ ગ્રૂપો વચ્ચે રમાયેલી ટી-20 ટુર્નામેન્ટમાં દેરેક ગ્રૂપમાંથી 2-2 ટીમો સુપર લીગ માટે સિલેકટ થઇ છે. જેમાં તમિલનાડુ, દિલ્હી, મુંબઇ , બરોડા, રાજસ્થાન, હરિયાણા, પંજાબ , મંહારાષ્ટ્ર અને ઝારખંડની ટીમો છે .

આ પણ વાંચો - સુરત : ACBનો સપાટો, સામાન્ય કામ માટે 15 હજારની લાંચ માંગનાર ASIને ઝડપી પાડ્યો

આ કાર્યક્રમ અંગે લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમના ચેરમેન કનૈયાભાઇ કોન્ટ્રાકટર અને કનવીનર ડો નયમૈશ દેસાઇએ માહિતી આપી હતી કે પ્રથમ મેચ 21 નવેમ્બરના રોજથી શરૂ થશે. જેમાં કેટલીક ડે મેચો સીબી પટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જયારે મોટા ભાગની તમામ મેચો અને સેમિફાઇનલ તેમજ ફાઇનલ લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે યોજાશે. આ મેચ જોવા માટે કોઇપણ ચાર્જ રાખવામાં આવ્યો નથી. જેથી સુરતના લોકો સ્ટાર ખેલાડીઓની મેચ વિનામુલ્યે ગ્રાઉન્ડ પર જોઇ શકશે.
First published: November 19, 2019, 10:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading