સુરત : કલર બ્લાઇન્ડનેસના કારણે બેરોજગાર બનેલા એન્જિનિયરનો મુદ્દો લોકસભામાં ગૂંજ્યો

News18 Gujarati
Updated: December 13, 2019, 1:21 PM IST
સુરત : કલર બ્લાઇન્ડનેસના કારણે બેરોજગાર બનેલા એન્જિનિયરનો મુદ્દો લોકસભામાં ગૂંજ્યો
નીરવ જેવા હજારો યુવાનો અને યુવતીઓનો મુદ્દો દર્શના જરદોશે લોકસભામાં ઉઠાવ્યા

સુરતના સાંસદ દર્શના જરદોશે નીરવ મકવાણાનો પ્રશ્ન સંસદમા ઉઠાવ્યો, નીરવ મકવાણાને એન્જિનિરીંગ કર્યા પછી ખબર પડી કે તે કલર બ્લાઇન્ડ છે. સરકાર પાસે મદદની અપેક્ષા

  • Share this:
સુરત : સુરતના (Surat) સાંસદ (MP) દર્શના જરદોશે (Darshna Jardosh)એ લોકસભામાં એક એવા વિષય પર સવાલ કર્યો હતો કે જેના વિશે ખુબજ ઓછા લોકો જાણે છે. એ વિષય છે કલર બ્લાઇન્ડ (Colour Blind) આ એક એવો જીનેટીક પ્રોબ્લમ છે કે જેનાથી કોઇ કલરને ઓળખવામાં તકલીફ પડતી હોઇ છે .દર્શના જરદોશે સુરતના યુવાન એન્જિનિયર નીરવ મકવાણાના (ER, Nirav Makvana) સંદર્ભે સવાલ કર્યો હતો કે આ યુવાનને આ સમસ્યા છે અને તેના કારણે તેને કોઇ ટેકનીકલ નોકરી નથી મળીતી ત્યારે ન્યૂઝ18 ગુજરાતીની ટીમે એ યુવાનના ઘરે પહોચી તેની સાથે વાત કરી હતી.

એંજિનિયરીંગ કર્યા બાદ ખબર પડી કે પોતે કલર બ્લાઇન્ડ છે

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા નીરવ મકવાણાએ અભ્યાસમાં ખૂબ મહેનત કરી ધોરણ 10 અને 12 ડિસ્ટીન્કશન સાથે પાસ કર્યું હતું. ત્યારબાદ નીરવે વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધી એંજિનિયરીંગ પણ ડિસ્ટીન્કશન સાથ પાસ કર્યું હતું.એંજિનિયરીંગ પાસ કરવાની સાથેજ તેને કેમ્પસમાંજ નોકરીની ઓફર પણ સારી કંપનીઓમાં આવી હતી પરંતુ ત્યા મેડિકલ ટેસ્ટ દરમિયાન ખબર પડી કે તેને કલર બ્લાઇન્ડ છે. ત્યાર બાદ તમામ નોકરીઓમાં તેને આસમસ્યા નડિ હતી જેથી તેણે સાંસદ દર્શાના જરદોશને પોતાની આપવીતી જણાવી હતી અને આ ગંભીર મુદ્દા અંગે કઇ કરવા માટે રજુઆત કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ DPS વિવાદ : મંજૂલા શ્રોફને HCમાંથી વચગાળાની રાહત, 7 જાન્યુઆરી સુધી ધરપકડ નહીં થાય

સાંસદની લોકસભામાં રજૂઆત

સુરતના સાંસદ દર્શના જરદોશની ફાઇલ તસવીર
જેથી જ ગઈકાલે લોકસભામાં સુરતના સાંસદે પ્રશ્ન કરી સરકાર સામે પણ આ પ્રશ્ન મૂકયો હતો. મકવાણાના પિતા રત્નકલાકાર હોઇ દિવાળી બાદથી મંદિને કારણે તેમનું કામ બંધ થય ગયું છે જેથી અત્યારે છૂટક કામ કરીને મકવાણા પોતાના પરિવારનું ગુજરાતન ચલાવી રહ્યા છે, જેને સરકાર પસાથી અપેક્ષા છે કે તેની અને સમગ્ર દેશમાં આવી સમસ્યાનો સામનો કરી રહેલા લોકોમાટે યોગ્ય રસ્તો કરવામાં આવે.
First published: December 13, 2019, 1:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading