Home /News /south-gujarat /સુરત : અવિશ્વસનીય સત્યઘટના! દેવું ચૂકતે કરવા કિડની વેચવા નીકળેલો યુવાન છેતરાયો, ગુમાવ્યા રૂપિયા

સુરત : અવિશ્વસનીય સત્યઘટના! દેવું ચૂકતે કરવા કિડની વેચવા નીકળેલો યુવાન છેતરાયો, ગુમાવ્યા રૂપિયા

આજે રાજ્યમાં કુલ 35,616 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. રસીકરણ અને સાજા થતા દર્દીઓના કારણે રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકા જેટલો નોંધાયો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 10,62,61, 7463 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનામાં ધંધો રોજગાર ગુમાવ્યો તો ખરો જ પણ માથે ચડેલું દેવું ઉતારવા કિડની વેચવાનો વિચાર કરતા તેને છેતરપીંડીનો શિકાર બનવું પડ્યું. 

કોરોનાના (Coronavirus) કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કફોડી થઈ છે. એકતરફ લોકોના ધંધા રોજગાર (Business) છૂટી ગયા છે તો બીજી તરફ લોકોના માથે દેવું પણ વધી રહ્યું છે. લોકોની હાલત હવે બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે. આવી જ હાલત થઈ છે સુરતના એક યુવાનની જેને કોરોનામાં ધંધો રોજગાર ગુમાવ્યો તો ખરો જ પણ માથે ચડેલું દેવું ઉતારવા કિડની (Kidney Selling) વેચવાનો વિચાર કરતા તેને છેતરપીંડીનો શિકાર બનવું પડ્યું.

સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતો એક યુવક ફોર વ્હીલ ગાડીના કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો. પરંતુ કોરોના અને લોકડાઉનને કારણે તેનો ધંધો છૂટી ગયો. બહેનના લગ્ન અને ઘરની બધી જવાબદારી માથે આવતા દેવું એટલું વધી ગયું કે તે માનસિક તણાવમાં આવી ગયો.

આ પણ વાંચો : વડોદરા : ધોળે દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો CCTV Video, આંખમાં મરચાની ભુકી નાખી સોનું લૂંટાયું

જેમાંથી બહાર આવવા તેણે પોતાની કિડની વેચી નાંખવાનો વિચાર કર્યો. અને ગૂગલમાં તેણે કિડની વેચવા અલગ અલગ વેબસાઈટ સર્ચ કરી. જેમાંથી એક વેબસાઈટ પર સંપર્ક કરીને તેણે કિડની વેચવા સંપર્ક કર્યો. જેના પર કિડનીના બદલામાં તેને ચાર કરોડ રૂપિયા મળશે તેવી લોભામણી જાહેરાત આપવામાં આવી.
" isDesktop="true" id="1114347" >

જોકે આ વેબસાઇટના માધ્યમથી તેણે વિચાર નહોતો કર્યો કે તે આ રીતે છેતરપીંડીનો શિકાર બનશે. જેથી તેણે આ વેબસાઈટના વ્યક્તિઓને તેની તમામ વિગતો શેર કરી. બેંગ્લોરની એક હોસ્પિટલનો ફોટો આપી કિડની વેચવા તેની પાસે પહેલા 9,999 રૂપિયા રજિસ્ટ્રેશન ફી લેવામાં આવી અને આ રીતે અલગ અલગ ખાતામાં 14, 78,400 રૂપિયા તેની પાસેથી લઈ લેવામાં આવ્યા.

આ પણ વાંચો : થરાદ : પે સેન્ટરના આચાર્યના મહિલા સાથેની અંગત પળોના PHOTOS Viral, તપાસના આદેશ

જોકે તેના બદલામાં તેને એકપણ રૂપિયો આપવામાં નહિ આવ્યો ન તો જાહેરાત કર્યા પ્રમાણે કિડની માટે કોઈ વાતચીત કરવામાં આવી.

ફરિયાદીએ આ અંગે વેબસાઈટ અને કંપનીની માહિતી તેમજ તેની સાથે થયેલ છેતરપીંડીની ફરિયાદ સાઇબર સેલમાં નોંધાવી છે.જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરીછે
Published by:Jay Mishra
First published:

Tags: Coronavirus Live News, Surat Kidney on sale for Debt, Surat Live Updates, Surat news, Surat Youth Put Kidney on Sell, સુરત