સુરત પોલીસે માનસિક વિકૃત યુવાનની કરી ધરપકડ, વીડિયો કૉલ પર યુવતી સામે નગ્ન થઈ જતો હતો

સુરત પોલીસે માનસિક વિકૃત યુવાનની કરી ધરપકડ, વીડિયો કૉલ પર યુવતી સામે નગ્ન થઈ જતો હતો
પોલીસે યુવકની ધરપકડ કરી.

સુરતમાં ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર યુવકને ફોટો ડિલિટ કરવા માટે વિનંતી કરતા યુવકે યુવતીનો મોબાઇલ નંબર મેળવી લીધો અને તેણીને પરેશાન કરવાનું શરૂ કર્યું.

  • Share this:
સુરત: સુરત પોલીસે એક માનસિક વિકૃત યુવાનની ધરપકડ કરી છે. આ યુવકની હરકતો સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આ યુવક પોતે રત્નકલાકાર છે. યુવકે ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીની ફેક આઈડી બનાવી હતી. યુવક એક યુવતી સામે વીડિયો કૉલમાં નગ્ન થઈ ગયો હતો અને ત્યારબાદ યુવતીની માતા સામે પણ નગ્ન થઈ ગયો હતો. યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં યુવકે અસંખ્ય ફેક આઈડી બનાવ્યા હોવાની કબૂલાત કરી છે.

બનાવની વિગતે વાત કરીએ તો સુરત શહેરમાં એક યુવતીના નામે સોશિયલ મીડિયા (Social media) ઇન્સ્ટાગ્રામ પર એક યુવાને ફેક આઈડી બનાવી તેનો ફોટો અપલોડ કર્યો હતો. યુવતીએ આ યુવાનને ફોટો (Photo) હટાવી દેવા માટે વિનંતી કરી ત્યારે યુવાને આ યુવતીનો મોબાઇલ નંબર (Mobile number) મેળવી લીધો હતો. જે બાદમાં પહેલા તે યુવતી સામે વીડિયો કોલ (Video call)માં નગ્ન થઈ ગયો હતો અને ત્યારબાદ યુવતીને માતા સામે નગ્ન થઈ ગયો હતો. આ મામલે આખરે યુવતીએ સાઇબર ક્રાઇમ (Cyber crime police)માં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.સુરતમાં સતત સોશિયલ મીડિયા દ્વારા ફેક એકાઉન્ટ બનાવી હેરાન કરવા સાથે ખાસ કરીને યુવતીઓની ઇજ્જત ઉછાળવાના એક પછી એક કિસ્સા સામે આવી રહી છે. સુરતના કતારગામ વિસ્તારની એક યુવતીને આવો જ કડવો અનુભવ થયો છે. સુરતના કતારગામ ખાતે પરિવાર સાથે રહેતી યુવતી કૉલેજમાં અભ્યાસ કરે છે. એક દિવસે તેને તેની એક મિત્ર દ્વારા ખબર પડી હતી કે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજકોટનો અજીબો કિસ્સો: 'આ તો જીવે છે કહીને સ્વજનો મૃતદેહ સ્મશાનેથી હૉસ્પિટલ પરત લાવ્યા'

જોકે, યુવતીએ તપાસ કરતા માલુમ પડ્યું કે આ એકાઉન્ટ તેણીનું નથી. આ એકાઉન્ટ ફેક હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદમાં યુવતીએ આ એકાઉન્ટ ધારકનો સંપર્ક કરીને ફોટો ડિલિટ કરી દેવા માટે વિનંતી કરી હતી. જોકે, આ દરમિયાન એકાઉન્ટ ધારક યુવકે યુવતીનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. જે બાદમાં તેને ફોન કરીને પરેશાન કરવા લાગ્યો હતો.

આ પણ વાંચો: સુરત: પરિવારે ઠપકો આપતા કિશોરી રિસાઈને ઘરેથી નીકળી ગઈ, પોડીશી યુવાને લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: માલીમાં મહિલાએ એકસાથે નવ બાળકને જન્મ આપ્યાનો દાવો! પહેલા સાત બાળકનું અનુમાન હતું

આ દરમિયાન તે યુવતીને ધાક-ધમકી પણ આપવા લાગ્યો હતો. એક દિવસ યુવકે યુવતીને ફોન કર્યો હતો અને પોતાનો ચહેરો ન દેખાય તે રીતે નગ્ન થઈને યુવતીને પરેશાન કરવા લાગ્યો હતો. યુવતીએ સમગ્ર ઘટના અંગે તેની માતાને વાત કરતા માતાએ યુવતીને વિનંતી કરી હતી. યુવક યુવતીની માતા સામે પણ નગ્ન થઈને તેને પરેશાન કરવા લાગ્યો હતો. આ વાતને લઈને યુવતીએ આખરે પરેશાન થઈને માતા સાથે સાઇબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચીને યુવક સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસ ગુનો નોંધીને યુવકની ધરપકડ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:May 05, 2021, 11:06 am

ટૉપ ન્યૂઝ