સુરત : યુવતીનું ફૅક આઈડી બનાવી બીભત્સ તસવીરો મૂકી દીધી

News18 Gujarati
Updated: July 8, 2019, 12:40 PM IST
સુરત : યુવતીનું ફૅક આઈડી બનાવી બીભત્સ તસવીરો મૂકી દીધી
પ્રતિકાત્મક તસવીર

માસ્ટર ઓફ સાયન્સ કરેલા યુવકે યુવતીની અલગ અલગ 15 ફેક આઈડી બનાવીને તેના પર બીભત્સ તસવીરો અપલોડ કરી હતી.

  • Share this:
પ્રગ્નેશ વ્યાસ, સુરત : શહેરમાં યુવતીની ફેક આઇડી બનાવી બીભત્સ તસવીરો વાયરલ કરવાના કેસમાં સરથાણાના યુવકની ધરપકડ કરવામાં આવી છે. M.Sc.(માસ્ટર ઓફ સાયન્સ) કરેલા યુવકે યુવતીની અલગ અલગ 15 ફેક આઈડી બનાવીને તેના પર બીભત્સ તસવીરો અપલોડ કરી હતી. યુવતીએ યુવક સાથે મિત્રતા કરવાની ના પાડ્યા બાદ યુવકે તેને સોશિયલ મીડિયામાં બદનામા કરવા માટે તેની ફૅક પ્રોફાઇલો બનાવી હતી. આ મામલે પોલીસે સરથાણાના વૈભવ બરવાળિયા નામના યુવકની ધરપકડ કરી છે.

સ્કૂલોમાં ચપ્પૂ સાથે ઘૂસી ગયો રોમિયો

સુરત શહેરમાં જ બીજા એક બનાવમાં એક ધરાર પ્રેમી ચપ્પૂ સાથે સ્કૂલના ત્રીજા માળે પહોંચી ગયાનો બનાવ સામે આવ્યો છે. પાંડેસરા-બમરોલી રોડ પર આવેલી એક સ્કૂલના ત્રીજા માળે એક રોમિયો પહોંચી ગયો હતો અને એક વિદ્યાર્થિનીને તેની સાથે મિત્રતા કરવા માટે દબાણ કર્યું હતું. આ સાથે જ રોમિયોએ વિદ્યાર્થિીનીને ચપ્પૂ પણ બતાવ્યું હતું. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. એવી પણ માહિતી મળી છે કે જેની સામે ગુનો નોંધાયો છે તે નવલ નામનો યુવક વિદ્યાર્થિનીને સ્કૂલ જવાના રસ્તે પણ પરેશાન કરતો હતો. વિદ્યાર્થિની ધોરણ-10માં અભ્યાસ કરતી હોવાનું માલુમ પડ્યું છે.

શનિવારે નવલે હદ વટાવતા વિદ્યાર્થિની અભ્યાસ કરે છે તે સ્કૂલના ત્રીજા માળે પહોંચી ગયો હતો અને વિદ્યાર્થિની તેની સાથે ફ્રેન્ડશીપ નહીં કરે તો જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે તપાસ કરીને યુવકની ધરપકડ સહિતના પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે.
First published: July 8, 2019
વધુ વાંચો
अगली ख़बर