સુરત: સુરતમાં હત્યા (Murder)ની વધુ એક ઘટનાએ ચકચાર મચી જવા પામી હતી. કતારગામના ગોટાલાવાડી વિસ્તારમાં આવેલા રેલ રાહત કોલોનીમાં રહેતી આધેડ મહિલા (Woman)ના ઘરમાં છેલ્લાં એક માસથી સાથે રહેતા યુવકે જ ચપ્પુના ઘા ઝીંકી તેમની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પોલીસ (Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું કે 500 રૂપિયાની દેતીદેતીમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ (Murder accuse arrest) કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં સતત સામે આવતી હત્યાની ઘટના વચ્ચે બે દિવાસ પહેલા વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં કતારગામના ગોટાલાવાડી ખાતે આવેલા રેલ રાહત કોલોનીમાં રહેતા ગીતાબેન ભરતભાઇ પ્રજાપતિ લોજીંગનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લાં એક માસથી ગીતાબેનના ત્યાં હિતેશ ઉર્ફે લાલુ નટવર વસાવા નામનો યુવક રહેતો હતો અને લોજીંગમા ભોજન કરતો હતો. લોજીંગમાં પાર્સલની કામગીરી જોતો હતો.
ગઇકાલે બપોરે કોઇક શખ્સ હિતેશ ઉર્ફે લાલુને 500 રૂપિયા આપી ગયો હતો. જેની જાણ ગીતાબેનને થતાં તેણીએ કારીગર હિતેશ ઉર્ફે લાલુ પાસે 500નો હિસાબ માંગ્યો હતો. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા હિતેશે ગીતાબેનને ચપ્પુના ઘા ઝીંકી તેમની ઘાતકી હત્યા કરી નાખી હતી.
ઘટનાની જાણ થતા જ કતારગામ પોલીસ મથકના પી.આઇ. સહિત ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થળ નિરીક્ષણ કર્યા બાદ સીંગણપોર રોડ ખાતે આવેલ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા રવિ પ્રજાપતિની ફરીયાદના આધારે હિતેશ ઉર્ફે લાલુ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોધી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ આધેડ મહિલાની ઘાતકી હત્યા કરનાર આરોપી હિતેશ ઉર્ફે લાલુને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર