સુરત: મિત્રને બચાવવા વચ્ચે પડેલા યુવકની હત્યા, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

સુરત: મિત્રને બચાવવા વચ્ચે પડેલા યુવકની હત્યા, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો
પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો.

યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ટૂંકી સારવાર દરમિયાન મોત થયું.

  • Share this:
સુરત: સુરત શહેરમાં દિવસ ઉગે અને હત્યાનો બનાવ ન બને તો જ નવાઈ! શહેરમાં હત્યા (Murder case)નો વધુ એક બનાવ બન્યો છે. ઉમરાગામમાં જુગારના ઝઘડામાં મિત્ર (Friend)ને બચાવવા પડેલા યુવક પર ચપ્પુથી હુમલો (Attack with knife) કરવામાં આવ્યો હતો. જે બાદમાં યુવકને ગંભીર હાલતમાં સિવિલ હૉસ્પિટલ (Surat civil hospital) ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન યુવકનું મોત થઈ ગયું છે. મૃતક પોતાના પરિવારનો એકનો એક દીકરો હતો. પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સુરતમાં ગુનાખોરોની દર દિવેસને દિવસ વધતો જાય છે. શહેરમાં સતત બીજા દિવસે હત્યાની ઘટના બની છે. ઉમરાગામ હળપતિવાસમાં રહેતા અજય લગ્ન પ્રસંગમાં સાઉન્ડ સિસ્ટમ મજૂરી કામ કરે છે. બુધવારે રાત્રે અજયના ઘર નજીક તેના મિત્રો જુગાર રમી રહ્યા હતા. દરમિયાન મિત્રો વચ્ચે ઝઘડો થતાં અજય તેને બચાવવા પડ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકો અજય પર તૂટી પડ્યા હતા.



આ પણ વાંચો: સુરતની 'આયેશા' પુલ પરથી તાપી નદીમાં છલાંગ લગાવે તે પહેલા લોકોએ બચાવી લીધી



આ દરમિયાન અજયને ચપ્પુના ઘા મારી દેવાતા તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. જે બાદમાં તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજી બાજુ સિવિલ ખાતે સારવાર દરમિયાન અજયનું મોત થયું હતું.

આ પણ વાંચો: વડોદરાનો હૃદયદ્રાવક બનાવ: વિદાય વખતે જ કન્યા ઢળી પડી, હૉસ્પિટલમાં મોત



આ પણ વાંચો: આનંદો! પેટ્રોલ-ડીઝલના ભાવ 8.5 રૂપિયા સુધી ઘટવાના એંધાણ, જાણો આવું કેવી રીતે શક્ય બનશે

અજયના પિતાના જણાવ્યા અનુસાર હુમલાખોરોમાં દીપક ઉર્ફે લાલો અને તેનો પુત્ર શામેલ છે. અજયને છાતીના અને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. હૉસ્પિટલ ખાતે ડૉક્ટરોએ ઑપરેશન પણ કર્યું હતું પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. અજય પરિવારનો એકનો એક દીકરો હતો. એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.



અજયના મોતથી તેની માતાને ખૂબ આઘાત લાગ્યો છે. અજયના મિત્રોનું કહેવું છે કે, અજય પર હુમલાનું કારણ માત્ર એટલું જ છે કે તે અમને બચાવવા વચ્ચે પડ્યો હતો. જોકે, અજયના નજીકના સંબંધીઓએ કોઈ અન્ય કારણમાં અજયની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:March 04, 2021, 15:57 pm

ટૉપ ન્યૂઝ