સુરત : યુવકે પોતાનો સંસાર તૂટવા માટે સમાજના આગેવાનોને દોષી ગણી FB પર ગંદી પોસ્ટ લખી


Updated: January 2, 2020, 11:16 AM IST
સુરત : યુવકે પોતાનો સંસાર તૂટવા માટે સમાજના આગેવાનોને દોષી ગણી FB પર ગંદી પોસ્ટ લખી
પ્રતિકાત્મક તસવીર

ધુલિયાના પ્રશાંત ધામેચાના લગ્ન સુરતની યુવતી સાથે થયા હતા, યુવાન દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી યુવતી પરત સુરત આવી ગઈ હતી.

  • Share this:
સુરત : સુરતમાં મચ્છુ કડિયા સઈ-સુથાર જ્ઞાતિના આગેવાનોએ એક યુવક વિરુદ્ધ ફરિયાદ આપી છે. યુવાને સમાજના પ્રમુખના મારી નાખવાની ધમકી આપી હતી. યુવાને પોતાના સંસાર તૂટવા માટે સમાજના આગેવાનોને જવાબદાર ગણાવીને સોશિયલ મીડિયા પર ગંદી પોસ્ટ મૂકી હતો. આ પોસ્ટ વાયરલ થઈ હતી.

મળતી માટે પ્રમાણે ધુલિયાના પ્રશાંત નાથાલાલ ધામેચાના લગ્ન સુરતની યુવતી સાથે થયા હતા. પ્રશાંતે ફેસબુક પર મચ્છુ કઠિયા સઈ-સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ સુરતના હેડિંગ સાથે લખાણ લખીને ટ્રસ્ટના પ્રમુખ સહિતના લોકોને ગાળો આપી હતી. આ પોસ્ટ વાયરલ થઈ હતી. એટલું જ નહીં તેણે સમાજના પ્રમુખને મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ મામલે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા નરેન્દ્ર હરગોવિંદ મકવાણા અને મચ્છુ કઠિયા સઈ-સુથાર જ્ઞાતિના પ્રમુખે સમાજના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે .

કેસની વિગતો જોઈએ તો ધુલિયાના પ્રશાંતના લગ્ન સુરતની યુવતી સાથે થયા હતા. પ્રશાંત દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને કામધંધો પણ જતો ન હતો. એટલું જ નહીં તે પોતાની પત્નીને પરેશાન કરતો હતો. જે બાદમાં યુવતી પોતાના ઘરે પરત આવી ગઈ હતી. બાદમાં સમાજના આગેવાન તરીકે નરેન્દ્ર મકવાણા ધુલિયા સમાધાન કરાવવા માટે ગયા હતા પરંતુ સમાધાન થયું ન હતું. આ પછી યુવતીએ કોર્ટમાં કેસ કર્યો હતો.

બીજી તરફ કેસ કરાવવા પાછળ સમાજના આગેવાનોનો હાથ હોવાની શંકાને આધારે પ્રશાંતે 15મી સપ્ટેમ્બરે 'જર્નાલિસ્ટ પ્રશાંત ધામેચા' નામના ફેસબુક એકાઉન્ટ પર નરેન્દ્ર તેમજ સમાજના અન્ય આગેવાનોના ફોટો મૂકી નીચે ગંદી ભાષામાં લખાણ લખ્યું હતું.

ફરી વખત નવેમ્બર-2019માં પ્રશાંતે ફેસબુક પર બે વખત મચ્છુ કઠિયા સઈ-સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ સુરત એવા હેડિંગ સાથે નરેન્દ્ર સહિત ચાર આગેવાનોના નામ લખી બીભત્સ ગાળો લખી હતી. આ ઉપરાંત પ્રશાંતે નરેન્દ્રને ફોન કરીને ગાળો આપી માર મારવાની ધમકી પણ આપી હતી. જે બાદમાં સમાજના આગેવાને પ્રશાંત વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
First published: January 2, 2020, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading