સુરત: કોરોનાને પગલે કામ બરાબર ચાલતું ન હોવાથી યુવકનો આપઘાત

સુરત: કોરોનાને પગલે કામ બરાબર ચાલતું ન હોવાથી યુવકનો આપઘાત
આપઘાત કરી લેનાર યુવક.

કોરોનાને પગલે કરવામાં આવેલા લૉકડાઉન (Lockdown)ને કારણે અનેક ધંધા અને ઉદ્યોગ હજુ સુધી પાટા પર ચડ્યા નથી. અનેક એવા લોકો છે જેમની નોકરી છૂટી ગઈ છે.

  • Share this:
સુરત: કોરોના મહામારી (Corona pandemic)માં વધુ એક યુવકે આપઘાત (Suicide) કરી લીધો છે. કોરોનાને પગલે આર્થિક સ્થિતિ ખરાબ થવાને પગલે સુરતમાં અનેક લોકોએ આપઘાત કરી લીધાના બનાવો બન્યા છે. સુરતમાં વધુ એક યુવકે પરિવારનું ભરણપોષણ ન કરી શકવાને પગલે હતાશ થઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.

કોરોનાને પગલે કરવામાં આવેલા લૉકડાઉન (Lockdown)ને કારણે અનેક ધંધા અને ઉદ્યોગ હજુ સુધી પાટા પર ચડ્યા નથી. અનેક એવા લોકો છે જેમની નોકરી છૂટી ગઈ છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને પરિવારને લેસપટ્ટીના કારખાનામાં કામ કરીને આર્થિક રીતે મદદ કરતો યુવાન છેલ્લા કેટલાક સમયથી કામ મળતું ન હોવાથી સતત માનસિક તાણમાં રહેતો હતો.



આ પણ વાંચો: જામનગરમાં જમાઈ બન્યો 'જમ': મકાનના વાસ્તાનું નિમંત્રણ આપવા આવેલા સસરાનું ઢીમ ઢાળી દીધું

મહેશ જાદવ પરિવારનો મોટો દીકરો હતો અને પરિવારની જવાબદારી નિભાવતો હતો. જોકે, યોગ્ય કામ ન મળતું હોવાથી તે પોતે અને તેનો પરિવાર નાણાભીડથી પસાર થતા હતા. યુવાને પોતે જે લેસપટ્ટીના કારખાનામાં કામ કરતો હતો ત્યાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કારખાનામાં કામ કરતા લોકોને આ જાણકારી મળતા તેમણે મહેશના પરિવાર અને પોલીસને જાણકારી આપી હતી.

આ પણ વાંચો: કાર અકસ્માત બાદ દોડી આવેલા 108ના સ્ટાફે 2.3 કિલોગ્રામ સોનું ચોરી લીધું, પોલીસે 24 કલાકમાં ભેદ ઉકેલ્યો

જુવાનજોધ દીકરો ગુમાવતા પરિવાર પર જાણે કે આભ ફાટી પડ્યું હતું. પોલીસ આ મામલે બનાવ સ્થળે પહોંચીને ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી હતી. સુરતમાં સતત આપઘાતના કેસ સામે આવતા હોવાથી ચકચાર મચી જવા પામી છે.

કોરોનામાં કામ છૂટી ગયા બાદ નવું કામ ન મળતા રત્નકલાકારનો આપઘાત

સુરતમાં ગત અઠવાડિયે એક રત્ન કલાકારે આપઘાત કરી લીધાનો બનાવ બન્યો હતો. જેમાં સુરતના પુણા કારગીલ ચોક શિવનગર સોસાયટી ખાતે રહેતા પ્રકાશભાઈ શવજીભાઈ પોલરા હીરાના કારખાનામાં કામ કરતો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી કામ ન મળતા પ્રકાશ આર્થિક સંકડામણમાં સપડાયો હતો.

આ પણ વાંચો: મુંબઈ: મોતની વાતથી અજાણ માતા આખી રાત મૃત પુત્રની ચાકરી કરતી રહી!

આ કારણે તે છેલ્લા કેટલાક સમયથી સતત માનિસક તાણ અનુભતો હતો. આ દરમિયાન તે ગતરોજ પરિવાર સાથે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ બાળકો સહિત પત્નીને તેના પિયરમાં મૂકીને કામ અર્થે બહાર જવાનું કહી નીકળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી માનસિક તાણ અનુભવતા રત્નકલાકરે આવેશમાં આવી જઈને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
Published by:Vinod Zankhaliya
First published:February 25, 2021, 16:54 pm

ટૉપ ન્યૂઝ