Home /News /south-gujarat /

સુરત: યુવતીને લગ્નની લાલચે પ્રેમજાળમાં ફસાવી, બે વર્ષ સુધી શારીરિક સંબંધ રાખી તરછોડી દેતા યુવતીનો આપઘાત

સુરત: યુવતીને લગ્નની લાલચે પ્રેમજાળમાં ફસાવી, બે વર્ષ સુધી શારીરિક સંબંધ રાખી તરછોડી દેતા યુવતીનો આપઘાત

પ્રેમીએ દગો દેતા પ્રેમિકાનો આપઘાત.

જે યુવાન તેની સાથે બે વર્ષ સુધી શારીરિક સંબધં રાખ્યા તેણે અચાનક લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ આવેશમાં આવીને ઘરે જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

સુરત: સુરત શહેરના સચિન વિસ્તાર (Surat Sachin area)માં એક યુવાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન (Marriage)ની લાલચ આપી બે વર્ષ સુધી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદમાં તેણે યુવતી સાથે લગ્ન ન કરીને તરછોડી દીધી હતી. આ બનાવ બાદ યુવતી ડિપ્રેશન (Depression)માં આવી ગઈ હતી. આખરે તેણીએ કંટાળીને આપઘાત (Suicide) કરી લીધો હતો. આ કેસમં પોલીસે પ્રેમી વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

સુરતના સચિન વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા સૂરજ રામચરણ યાદવે સચિન વિસ્તારમાં મિલમાં મજૂરી કામ કરતો હતો. આ યુવાને તેના ઘર પાસે રહેતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ યુવક અને યુવતીનો પ્રેમ આગળ વધ્યો હતો. સમય જતાં યુવતીના પરિવારને આ બાબતની જાણ થઈ હતી. જેથી યુવક સૂરજ યાદવે યુવતીના માતાપિતાને પોતે લગ્ન કરી લેશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: સચિવાલયમાં નોકરી કરતી યુવતી મંગેતર સાથે હતી ત્યારે જ પૂર્વ પતિનો મેસેજ આવ્યો, 'મારી સાથે...'

પરિવારે પણ યુવક-યુવતીના પ્રેમનો સ્વીકાર કરી લીધો હતો. યુવાને લગ્ન કરી લેશે તેવું કહીને બે વર્ષ સુધી યુવતી સાથે સંબંધ રાખ્યો હતો. બે વર્ષ સુધી યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, સૂરજ બે દિવસ પહેલાં અચાનક ફરી ગયો હતો પોતે લગ્ન નહીં કરે તેવું કહીને યુવતી સાથે સંબંધનો અંત આણી દીધો હતો.

આ પણ વાંચો: રાજકોટ પોલીસનો સપાટો: 32 જુગારીને ઝડપી પાડ્યા, પિતા-પુત્ર તેમજ 60 વર્ષના વૃદ્ધા રમડતાં હતા જુગાર

યુવાનના આવા કૃત્યથી યુવતીને ખૂબ આઘાત લાગ્યો હતો. જે બાદમાં યુવતી સતત માનસિક તાણ સાથે ઊંડા આઘાતમાં ગરક થઈ ગઈ હતી. જે યુવાન તેની સાથે બે વર્ષ સુધી શારીરિક સંબંધ રાખ્યા તેણે અચાનક લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ આવેશમાં આવીને ઘરે જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આ મામલે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં યુવાને યુવતીનું શારીરિક શોષણ કરીને તરછોડી દેવાનું સામે આવ્યું હતું. જે બાદમાં પોલીસે યુવતીના પ્રેમી સૂરજ યાદવ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસી સૂરજની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Lover, Marriage, Surat police, ગુનો, પોલીસ, સુરત

આગામી સમાચાર