સુરત : બિલ્ડરે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી, આપઘાત પાછળનું રહસ્ય અકબંધ

News18 Gujarati
Updated: November 14, 2019, 8:09 PM IST
સુરત : બિલ્ડરે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી, આપઘાત પાછળનું રહસ્ય અકબંધ
પ્રતિકાત્મક તસવીર

સુરતના મોટા વરાછાને જોડતા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં મોતની છલાંગ મારી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવાને મોતની છલાંગ લગાવી હતી. ઘટના જાણકારી મળતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આ યુવાની તાપી નદીમાં શોધખોળ શરુ કરી હતી. જોકે હજુ સુધી આ યુવાની કોઈ ભાળ મળી નથી. બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલ યુવાનનું નામ શૈલેષ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણકારી પરિવારને આપતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

સુરતના મોટા વરાછાને જોડતા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ આ ઘટના જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપી હતી. જેને લઈને ફાયરનો કાફલો પહોંચી ગયો હતો અને આ યુવાનની શોધખોળ શરુ કરી હતી. ફાયરના જવાનોએ તાપી નદીના પેટાળમાં ડૂબકીઓ મારી યુવાનને શોધવાનો પ્રયાસ કર્યો હતો પણ તેનો ક્યાંય પતો લાગ્યો ન હતો.

તાપી નદીમાં મોતની છલાંગ મારનાર યુવાન શૈલેષભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા છે અને તે સ્નેહ સ્મૃતિ સોસાયટી, ચીકુવાડી, નાના વરાછાનો હોવાનું અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાને શોધવા ફાયર વિભાગની 2 બોટ તેમજ અંડર વોટર રેસ્ક્યુની સામગ્રી સહીત નદીના પેટાળમાં યુવકની શોધખોળના પ્રયત્ન કરી રહી છે. જોકે 9 કલાક બાદ પણ યુવકની ભાળ મળી નથી. પરિવારે આપેલી વિગતમાં જાણ થઈ છે કે ધંધામાં કોઈ તકલીફ ન હતી અને રૂપિયાની લેવડ દેવડ વિશે તે જાણતા નથી. આ યુવાનના આ પગલાંને લઈને પરિવાર પણ શોકમાં ગરકાવ થઇ ગયો છે.
First published: November 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com