Home /News /south-gujarat /

સુરત : ટાયર ચોર હોવાનું સમજી યુવકને માર મારતા મોત, પોલીસ દોડતી થઈ, પોલીસે હત્યા ગુનો દાખલ કરી 3ની કરી અટકાયત

સુરત : ટાયર ચોર હોવાનું સમજી યુવકને માર મારતા મોત, પોલીસ દોડતી થઈ, પોલીસે હત્યા ગુનો દાખલ કરી 3ની કરી અટકાયત

સુરતના લિંબાયતમાં ચોર સમજી માર મારતા યુવકનું મોત

Surat murder : સુરત (Surat) લિંબાયત (Limbayat) પ્રતાપ નગરમાં રહેતા 30 વર્ષીય યુસુફ મોહંમદ અંસારી 6મી તારીખે રાત્રે ઘરેથી નીકળ્યો હતો. સવારે યુસુફના સસરાની તબિયત સારી ન હોવાથી વતન જવાનો હતો, અને લોકોએ વહેલી સવારે ચોર સમજીને માર મારતા મોત

વધુ જુઓ ...
સુરત (Surat) : શહેરમાં દિવસેને દિવસે કાયદાની પરિસ્થિતિ કથળી રહી છે, શેહરમા હત્યા (Murder) ની ઘટનાઓ સતત વધી રહી છેસ ત્યારે સુરતના લિંબાયત (Limbayat) વિસ્તારમાં બનેલી ઘટનાને લઇને પોલીસ (Limbayat Police) દોડતી થઇ જવા પામી છે, સાથે સાથે મૃક યુવકનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

લિંબાયત મહાપ્રભુ નગરમાં મમતા સિનેમા પાસે એક યુવકને ચોર સમજીને ટોળાએ માર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 જણાની ધરપકડ કરી છે. જોકે બિહારમાં સસરા મધ્યરાત્રે બીમારીથી મૃત્યુ પામ્યા તો વહેલી સવારે સુરતમાં જમાઈની હત્યાના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતમાં ફરી હત્યા ઘટના સામે આવી રહી છે ત્યારે લિબાયત વિસ્તારમાં એક યુવકને ચોર સમજીને લોકોએ માર મારતા યુવકનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. લિંબાયત પ્રતાપ નગરમાં રહેતા 30 વર્ષીય યુસુફ મોહંમદ અંસારી 6મી તારીખે રાત્રે ઘરેથી નીકળ્યો હતો. સવારે યુસુફના સસરાની તબિયત સારી ન હોવાથી વતન જવાનો હતો. મોડે સુધી યુસુફ ઘરે ન આવતા પરિવારે શોધખોળ કરી હતી. છતાં યુસુફનો કોઈ પત્તો ન લાગ્યો નથી. વધુમાં યુસુફ મોબાઈલ પણ રાખતો ન હતો. જેથી તેને કોન્ટેક્ટ પણ કરી શકાતો ન હતો. બીજી તરફ યુસુફના સસરાનું પણ વહેલી સવારે અવસાન થયું હતું

સવારે યુસુફના ભાઈ પર સ્મીમેર હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. જયા યુસુફની ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. યુસુફને ટોળાએ વહેલી સવારે ટાયર ચોર સમજીને માર માર્યો હતો. જેના કારણે તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

આ પણ વાંચોવલસાડ : સંતાન પ્રાપ્તીની જડીબુટ્ટી આપી પૈસા પડાવતો કથિત વૈદરાજ! ફરીથી એજ ગામમાં આવવું ભારે પડ્યું, મળ્યો મેથીપાક

આ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ 3 લોકોને ધરપકડ કરી, આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોકે ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ડર માહોલ પણ જોવા મળ્યો હતો
Published by:kiran mehta
First published:

Tags: Limbayat police, Surat Crime Latest News, Surat news, સુરત, સુરત પોલીસ, સુરત સમાચાર, સુરત હત્યા, સુરતના સમાચાર, સુરતમાં ચોરી

આગામી સમાચાર