Home /News /south-gujarat /

સુરત : સિગારેટ આપવાનો ઇન્કાર કરતા યુવકે દુકાદાર મહિલાની સાડી ખેંચી લીધી

સુરત : સિગારેટ આપવાનો ઇન્કાર કરતા યુવકે દુકાદાર મહિલાની સાડી ખેંચી લીધી

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં વ્યસનીઓ બેફામ : માવા માટે છરી માર્યાની ઘટના બાદ સિગારેટ આપવાનો ઇન્કાર કરતા મહિલાની સાડી ખેંચી લીધાનો કેસ નોંધાયો.

સુરત : લૉકડાઉન (Lockdown) વચ્ચે બંધાણીઓ વસ્તુઓ માટે મોં માંગ્યા પૈસા આપવા માટે તૈયાર છે, ત્યારે સુરતના એક યુવકને સિગારેટ (Cigarette) લેવા જવાનું ભારે પડ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ની મહિલા સફાઇ કામદારના પુત્ર અને દુકાનદાર મહિલા (Shop Owner Woman) વચ્ચે સિગારેટના ભાવ મુદ્દે ઝઘડો થયો હતો. જે બાદમાં દુકાનદાર મહિલાએ છેડતીની અને સફાઇ કામદાર મહિલાએ માર માર્યાની ફરિયાદ (Police Complaint) નોંધાવી છે.

લૉકડાઉન વચ્ચે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ છે. આથી વ્યસન કરતા લોકોની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. સુરતમાં આવા જ એક વ્યસની યુવકને સિગારેટ લેવા જવાનું ભારે પડ્યું છે. આ યુવાન જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે. સુરતના ઉગત કેનાલ રોડ સ્થિત માઇલ સ્ટોન કોમ્પ્લેક્ષની સામે આંબેડકર આવાસમાં બી-101માં રહેતી મનપાની સફાઇ કામદાર નિર્મળાબેન રતિલાલ મેરીયાનો પુત્ર ભરત ઉર્ફે કલ્પેશ ગત રાત્રે આવાસમાં રહેણાંક ઘરની અંદર ચાલતી દુકાનમાં સિગારેટ લેવા માટે ગયો હતો.

આ પણ વાંચો : વરાછામાં માવો આપવાનો ઇન્કાર કરતા ગલ્લા માલિક પર ચપ્પુથી હુમલો

આ સમયે દુકાનદાર પરિણીત મહિલાએ સિગારેટ આપવાનો ઇન્કાર કરતા ભરત ઉર્ફે કલ્પેશે તેણીની સાડી ખેંચી હતી. ત્યાર બાદ જમણો હાથ ખેંચી અશ્લીલ હરકતો કરી હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા ભરતની અશ્લીલ હરકતોથી ચોંકી જનાર મહિલાએ બૂમાબૂમ કરતા તેનો પતિ અને કાકા સસરા દોડી આવ્યા હતા તેમજ સ્થાનિકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.

મહિલાના પતિ અને કાકા સસરાએ યુવકને માર મારતા પોતાના બચાવ માટે ભરત ભાગવા જતા બિલ્ડિંગની દીવાલ સાથેનો લોખંડનો આડો પાઇપ તેના પેટમાં વાગી ગયો હતો. જેની જાણ થતા ભરતના માતા-પિતા અને બહેન જ્યોતિ દોડી આવ્યાં હતાં. મહિલાના પતિ અને કાકા સસરાએ ભરતના માતા-પિતા અને બેનને પણ માર માર્યો હતો.

આ પણ વાંચો :  સુરત : વરાછામાં મસાલો આપવાની ના પાડતા ગલ્લા માલિક પર ચપ્પુથી હુમલો



ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ દોડી આવી હતી અને તમામને પોલીસ મથકે લઇ ગયા હતા, જ્યાં મહિલાએ ભરત વિરૂદ્ધ છેડતી કર્યાની અને ભરતની માતા નિર્મળાબેને મહિલાએ સિગારેટનો ભાવ વધારે માંગતા તે આપવાનો ઇન્કાર કરતા થયેલા ઝઘડામાં માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ભરત ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, Saree, ગુનો, પોલીસ, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन