સુરત: યુવાન પર ખુલ્લી તલવારથી હુમલો, બનાવ સીસીટીવીમાં કેદ

સુરત: યુવાન પર ખુલ્લી તલવારથી હુમલો, બનાવ સીસીટીવીમાં કેદ
યુવક પર તલવારથી હુમલો.

Surat youth attacked with sword: પોલીસના કહેવા પ્રમાણે જેના પર હુમલો થયો છે તે અને જેમણે હુમલો કર્યો છે તે તમામ મિત્રો છે.

 • Share this:
  સુરત: સુરતમાં બે દિવસ પહેલા એક યુવાન પર જીવલેણ હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. આ બનાવના સીસીટીવી (CCTV) સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવક પર તલવારથી જીવલેણ હુમલો (Attack with sword) કરવામાં આવ્યો હતો. યુવક પર જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવ્યો હતો. હુમલાનો બનાવ નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.

  મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ત્રણ યુવકોએ એક યુવક પર તલવારથી હુમલો કરીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે લોકો બાઇક પર આવે છે. બઈક ઊભું રાખતાની સાથે જ પાછળ બેઠેલો યુવક દોડીને યુવક પર તલવારથી હુમલો કરી દે છે.  આ પણ વાંચો: 'હિતેન્દ્ર મારા મરવાનું કારણ,' સાથળ પર સુસાઇડ નોટ લખીને ડૉક્ટર પત્નીનો આપઘાત

  આ અંગે મળેલી માહિતી પ્રમાણે નવાગામ શ્રીનાથનગર સોસાયટીમાં રહેતો 23 વર્ષીય કરણ આબા સૈંદાણ જમીન લે-વેચનું કામ કરે છે. રવિવારે સાંજે તે ગોડાદરા વિનાયક હાઇટ્સ પાસે બેઠો હતો. આ દરમિયાન તેના પર હુલલો થયો હતો. કરણ બેઠો હતો ત્યારે આરોપીઓ યશ ઉર્ફ સોનુ ,અનિલ ઉર્ફ ભુરિયા અને પુરષોત્તમ ઉર્ફ છોટુએ તેની સાથે ઝઘડો કરીને તલવારના ચારથી પાંચ ઘા મારી દીધા હતા.

  આ પણ વાંચો: અમદાવાદના પતિની વેદના: માથાભારે પત્ની જમવાનું નથી આપતી, ગંદી ગાળો આપી માર મારે છે!

  પોલીસ તપાસમાં માલુમ પડ્યું છે કે તમામ લોકો વચ્ચે એક દિવસ પહેલા ઝઘડો થયો હતો. જે વાતનો ખાર રાખીને કરણ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે જેના પર હુમલો થયો છે તે અને જેમણે હુમલો કર્યો છે તે તમામ મિત્રો છે. એવી પણ વિગતો સામે આવી છે કે કરણને લીડર બનવું હતું. આથી તે આ ગુનાના આરોપીઓને કામ સોંપતો ન હતો. જો કામ ન થાય તો કરણ તેમને ધમકાવતો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:February 11, 2021, 11:49 am

  ટૉપ ન્યૂઝ