અમેરિકામાં 19 વર્ષનાં ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યા

આ અંગે હજી પોલીસે કોઇની ધરપકડ કરી નથી.

News18 Gujarati
Updated: October 10, 2019, 2:00 PM IST
અમેરિકામાં 19 વર્ષનાં ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યા
જય પટેલની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: October 10, 2019, 2:00 PM IST
કેતન પટેલ, સુરત : અમેરિકામાં  (America) વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ગત બુધવારે ન્યૂયોર્ક સિટીમાં (New york) રહેતા મૂળ સુરતનાં 19 વર્ષનાં જય ચન્દ્રકાન્ત પટેલની (Jay Chandrakant Patel) ગોળી મારી દેવાયેલી હાલતમાં એક ગલીમાંથી મળી હતી. પોલીસને આ ઘટના સાથે સંકળાયેલા સીસીટીવી ફૂટેજ મળ્યાં છે. પોલીસનું કહેવું છે કે જયને ગોળી મારીને તેની લાશને અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવી હોવી જોઇએ. નોંધનીય છે કે જય પટેલ નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસનો વિદ્યાર્થી હતો.

મૂળ સુરતનો રહેવાસી 

સુરતના ઓલપાડ તાલુકના મુળદ ગામનો જય ચંદ્રકાન્ત પટેલ છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહે છે. હત્યારાઓએ જયને છાતીમાં ગોળી મારી હતી. જે બાદ તેનાં મૃતદેહને કારમાં લઈ જઈ ફ્લોરલ પાર્ક કે તે જ્યાં રહે છે તેની પાસે ફેંકી દીધો હતો. આ સમયે પોતાના ડોગ્સ સાથે વોક પર નીકળેલી મહિલાએ લાલ રંગની ટોયોટા કારમાંથી જયનો મૃતદેહ ફેંકતા જોઇ હતી.

જ્યાં મૃતદેહ ફેંક્યો હતો ત્યાંની તસવીર


પોલીસને આ ઘટનાનો એક વીડિયો પણ મળી આવ્યો છે. જેમાં આરોપીએ લાલ કરલરની Toyota Camryમાં આવ્યા હોવાનું માનવું છે. આ અંગે પોલીસે કોઇની ધરપકડ કરી નથી. હાલ પોલીસ બધાની પૂછપરછ કરી રહી છે. સાથે તે સીસીટીવી ફૂટેજ પણ જોઇને તપાસ શરૂ કરી છે.

અનેક ગુજરાતીની લૂંટનાં ઇરાદે હત્યા
Loading...

મહત્વનું છે કે અમેરિકામાં અનેક ગુજરાતીઓની હત્યા લૂંટનાં ઇરાદે પણ કરવામાં આવી છે. થોડા સમય પ્રમાણે ઉત્તર ગુજરાતના કડી પાસેના ગણેશપુરાના વતની અ્ને છેલ્લા 22 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા પ્રફુલભાઈ પટેલ જ્યોર્જિયા ખાતે એક સ્ટોરનુ સંચાલન કરતા હતા. તેમની સ્ટોરમાં લૂંટના ઈરાદે આવેલા વ્યક્તિઓએ હત્યા કરી હતી.
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...