સુરત: શહેરના (Surat News) અમરોલી વિસાતમાં એક મહોલ્લામાં રહેતી પાંચ જેટલી યુવતી ફોટા મોર્ફ કરીને અશ્લીલ લખાણવાળી કોમેન્ટ સાથે ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા, જોકે આ મામલે યુવતી દ્વારા અમરોલી પોલીસ (Amroli police) ફરિયાદ કરવામાં આવતા પોલીસે આરોપી અન્સાર મુખ્તાર શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે,
અમરોલીમાં એક જ મહોલ્લામાં રહેતી પાંચ યુવતીઓને બદનામ કરવા માટે તેમના મોર્ફ કરેલા અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કરનાર કમેલા દરવાજામાં રહેતા ૨૪ વર્ષીય અન્સાર મુખ્તાર શેખની અમરોલી પોલીસે ધરપકડ કરી હતી. મોર્ફ કરેલો વીડિયો ડિલીટ કરવા યુવતીઓને વીડિયો કોલ કરી કપડાં ઉતારવા બ્લેકમેઇલ કર્યાનું પણ પોલીસના ધ્યાને આવ્યું હતું.
અમરોલી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીના ધ્યાને આવ્યું હતું કે તેના નામે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇ.ડી. બની છે. તે ઉપરાંત બીજી એક આઇ.ડી.થી તેને અશ્લીલ મેસેજિસ આવતા હતા. અશ્લીલ ફોટોના ચહેરો મોર્ફ કરી તેની ઉપર આ યુવતીનો ચહેરો લગાવી દઇ સોશિયલ મીડિયા ઉપર ફરતો કરી દેવાયો હતો. આ યુવતીના પરિચિતોને પણ મોકલવામાં યુવતીના મોર્ફ કરીને બનાવેલાં અશ્લીલ ફોટો ઇન્સ્ટા. મારફત મોકલવામાં આવતા હતા.ભોગ બનનાર માત્ર આ એક યુવતી ન હતી.
આ મહોલ્લામાં જ રહેતી બીજી ચાર યુવતીઓને પણ આ રીતે સોશિયલ મીડિયામાં બદનામ કરવામાં આવતાં મામલો ગંભીર બન્યો હતો. ઇન્સ્પેક્ટર આર.પી. સોલંકીએ ગત ૩૦મી એપ્રિલે ગુનો નોંધી તપાસ કરી ઉમરવાડા નવા કમેલામાં રહેતા ૨૪ વર્ષીય અન્સાર મુખ્તાર શેખને ઝડપી લીધો હતો. વિકૃત આનંદ લેવા આવા ફોટા બનાવી વાયરલ કરવાની સાથે આ શખ્સ યુવતીઓને વિડીયો કોલ કરી કપડાં કાઢવા માટે પણ કહ્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જેલભેગો કર્યો હતો. જોકે આરોપીએ કરેેલા કૃત્ય ને લઈને પોલીસેે આ મામલે તપાસ શરૂૂ કરી છે આરોપી આ પ્રકારનું કૃત્ય કેમ કર્યું છે તે દીશામા પણ તપાસ કરવાામાં આવી રહી
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર