સુરતઃ પોલીસના મારના કારણે યુવાનની કિડની ફેલ થવાનો પરિવારજનોનો આક્ષેપ

News18 Gujarati
Updated: June 2, 2018, 1:03 PM IST
સુરતઃ પોલીસના મારના કારણે યુવાનની કિડની ફેલ થવાનો પરિવારજનોનો આક્ષેપ

  • Share this:
સુરત: દારૂના નશામાં ધૂત ઝડપાયેલા આરોપીએ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે તેને માર મારવાના કારણે તેની બંને કિડની ફેલ થઈ ગઈ છે. મહત્વનું છે કે નાનપુરાના માછીવાડ વિસ્તારમાં રહેતા યુવકને પોલીસે નશાની હાલતમાં ધરપકડ કરી હતી. પોલીસે તેની ધરપકડ કરીને ઢોરમાર માર્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબિબે તેની બંને કિડની ફેલ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.

જે મામલે પરિવારજનોનો અને યુવકનો આક્ષેપ છે કે પોલીસના માર મારવાના સુરતઃ પોલીસના મારના કારણે યુવાનની કિડની ફેલ થવાનો આક્ષેપકારણે યુવકની બંને કિડની ફેલ થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે રિમાન્ડ દરમિયાન PSI અને 2 એલ.આર દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે નાનપુરા માછીવાડ ખાતે રહેતા કપિલ પટેલ નામના યુવકની પોલીસે દારૂની હેરાફેરીમાં ધરપકડ કરી હતી. બાદમાં તેની તબિયત ખરાહ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં બન્ને કિડની ફેલ હોવાનું તબીબોએ જણાવતાં યુવકે પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રૂપિયા આપ્યા બાદ પણ પોલીસે માર માર્યો હતો. જેના કારણે તેની કિડની ફેલ થઈ ગઈ છે. અને આ કેસમાં હોસ્પિટલ તંત્ર દ્વારા અગાઉ એમએલસી ન કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ તેની નાજુક સ્થિતી હોવાનું સામે આવી રહ્યું છે.
First published: June 2, 2018, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading