સુરત: માતાપિતાના દરરોજના ઝઘડાથી કંટાળીને યુવાન દીકરીએ આપઘાત કરી લીધો


Updated: October 23, 2020, 2:47 PM IST
સુરત: માતાપિતાના દરરોજના ઝઘડાથી કંટાળીને યુવાન દીકરીએ આપઘાત કરી લીધો
ફાઇલ તસવીર.

માતાપિતાના દરરોજના ઝઘડાને લઈને બે દિવસ પહેલા આવેશમાં આવીને ધનશ્રીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
સુરત: શહેરના ઉધના ખાતે રહેતા પરિવારમાં પિતા દારૂ પીવાની કુટેવ (Liqior Addiction) ધરાવતા હતા. જેને લઇને દરરોજ પિતા અને માતા વચ્ચે ઝઘડો થતો હતો. આ વાતથી પરિવારની યુવાન દીકરી સતત તણાવ (Surat girl stress)માં રહેતી હતી. માતા અને પિતાના દરરોજના ઝઘડાથી કંટાળીને યુવતીએ આવેશમાં આવી જઈને ઝેરી દવા પીને આપઘાત (Attempt to Suicide)નો પ્રયાસ કર્યા હતો. જે બાદમાં તેણીને સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવી હતી. બે દિવસની સારવાર બાદ યુવતીનું મોત થતાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સુરતમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં વધુ એક યુવતીના આપઘાતનો ઉમેરો થયો છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ હરી નગર નજીક વિજય નગરમાં ચંદ્રશેખર અજમેર પોતાની પત્ની અને એક યુવાન દીકરી સાથે રહેતા હતા. પરિવારના મોભી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે, તેમને દારૂ પીવાની કુટેવ હતી. જેને લઇને દરરોજ તેમનો અને તેમની પત્નીનો ઝઘડો થતો હતો.

આ પણ વાંચો:આ કારણે ઘરમાં અશાંતિ બનેલી રહેતી હતી. દરરોજના ઝઘડાને લઈને પરિવારની 20 વર્ષીય દીકરી ધનશ્રી સતત માનસિક તાણમાં રહેતી હતી. દરરોજ માતાપિતાના ઝઘડાને લઈને બે દિવસ પહેલા આવેશમાં આવીને ધનશ્રીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારને આ ઘટનાની જાણકારી મળતા દીકરીને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડી હતી.

આ પણ જુઓ-

અહીં બે દિવસની સારવાર દરમિયાન ગતરોજ રાત્રે યુવતીનું નિધન થયું હતું. આ ઘટના અંગેની જણકારી મળતા પોલીસ તાતકાલિક દોડી આવી હતી અને આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. માતાપિતાના દરરોજના ઝઘડાને લઈને યુવતીએ આ પગલું ભર્યાંનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

બાઇક લઈને આવેલા યુવકે તાપીમાં લગાવી છલાંગ

બીજા એક બનાવમાં તાપી નદીમાં આવેલા કાપોદ્રા બ્રિજ પરથી એક યુવકે (Youth Jumped from Kapodra bridge) મોતની છલાંગ લગાવી છે. ઘટનાને નજરે જોનારા લોકો યુવકને પકડીને બચાવે તે પહેલાં તે કૂદી ગયો હતો. એક યુવકે તાપીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ટીમ દોડતી થઈ ગઈ હતી.
Published by: Vinod Zankhaliya
First published: October 23, 2020, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading