સુરતઃ દેહવેપાર કરતી મહિલાની લૂંટના ઇરાદે હત્યા, બે હત્યારા UPથી ઝડપાયા

News18 Gujarati
Updated: February 17, 2019, 9:17 AM IST
સુરતઃ દેહવેપાર કરતી મહિલાની લૂંટના ઇરાદે હત્યા, બે હત્યારા UPથી ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

સુરતના રામપુરાની મહિલાની હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. દેહવેપાર કરતી મહિલાની લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ સુરતના રામપુરાની મહિલાની હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. દેહવેપાર કરતી મહિલાની લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચે હત્યા બાદ લૂંટ કરી યુપી ભાગી છૂટેલા બે આરોપીની ધરપકડ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે રામપુરામાં કાંકરા મહોલ્લામાં આવેલા ણકાનમાં ગત સપ્તાહે 40 વર્ષીય રહેમત ઉર્ફે રેશ્માની હત્યા કરી દેવાઇ હતી. રહેમતને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાઇ હતી. રહેમતે હિન્દુ સાથે લગ્ન કર્યા હતા. તેમનો પુત્ર ઉજ્વલ માનસિક બીમારીથી પીડાય છે. અને પથારીવશ જિંદગી જીવે છે.

દરમિયાન આ હત્યા કેસ અંગે લાલગે પોલીસમાં ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાઇ હતી. પીએસઆઇ વી.વી. ભોા અને તેમની ટીમસ્થળ વિઝિટ કરી સ્થાનિક વિસ્તારના 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરતા પોલીસને કડી મળી હતી.

આ પણ વાંચોઃ-'બણભા ડુંગર' સુરતીઓને મળ્યું વધુ એક ફરવા લાયક સ્થળ

રહેમત ઉર્ફે રેશ્મા દેહવેપારનો ધંધો કરતી હતી. તેણીના ઘરે રોજ ગ્રાહકો આવતા હતા. નફીસ નામનો યુવક પણ તેણીના ઘરે એક વખત આવી ગયો હતો. અહીં રહેમત એકલી રહેતી હોય રોકડ રકમ અને દાગીના મળશે તેવી લાલચમાં સાળા મો.અહમદ ઉર્ફે મહેબુબ અને મિત્ર સાહીલ અન્સારી સાથે મળી લૂંટની યોજના ઘડી હતી. જેથી પંડોળ જીઆઇડીસીમાં ભેગા થઇ મધરાત્રે 2 વાગે તેઓ રહેમતના ઘરે લૂંટના ઇરાદે ગયા હતા.

આ પણ વાંચોઃ-સુરતમાં લેન્ડ થઇ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ, પાયલટ છે 'સુરતી ગર્લ'જોકે, રહેમતે પ્રતિકાર કરતા તેઓએ એમ્બ્રોઇડરીમાં વપરાતી કટર બ્રેડ વડે રહેમતનું ગળું કાપી નાંખ્યું હતું. હત્યા બાદ તેઓ ઘરમાંથી રોકડા રૂ.2500 અને ચાંદીના પાયલ લૂંટી યુપી ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે મો.અહમદ ઉર્ફે બિસ્મિલ્લાહ મહેબુબ આલમ ખાન અને સાહિત અસરફઅલી અન્સારીને યુપીથી પકડી પાડ્યા હતા.
First published: February 17, 2019, 9:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading