CCTV Video Woman Fighting: સુરતમાં ગુનાખોરી વધી રહી છે સાથે સાથે અસામાજિક તત્વોનો આંતક પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે અસામાજિક તત્વો દ્વારા પોતાનું વર્ચસ્વ સ્થાપવા અથવા તો દાદાગીરી માટે જાહેરમાં કોઈને માર મારતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતા જોવા મળે છે ત્યારે અસામાજિક તત્વો બાદ મહિલાઓ પણ જાહેરમાં મારામારી કરતાં વીડિયો વાયરલ થયા છે.
Surat Crime News: સુરત શહેરમાં ગુનાખોરી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અસામાજિક તત્વો પર બેકાબૂ બન્યાં છે અસામાજિક તત્વો જાહેરમાં લોકોને માર મારતા હોવાના વિડિયો (CCTV Video Viral) સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જોયા હશે પણ હવે તો આ મારામારીમાં મહિલાઓ પણ પાછળ રહેતી નથી જૂના ઝઘડાની અદાવત રાખી સલાબતપુરા વિસ્તારમાં કેટલીક મહિલાઓએ લાકડીના ફટકા અને પાઇપ વડે એક મહિલાને માર મારી હતી જોકે મારામારીની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી અને આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાંની સાથે માર ખાનાર મહિલાએ ફરિયાદ નોંધાવી છે. તેણે સુરતનાં સલાબતપુરા પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
સુરતમાં ગુનાખોરી વધી રહી છે સાથે સાથે અસામાજિક તત્વોનો આંતક પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે અસામાજિક તત્વો દ્વારા પોતાનું વર્ચસ્વ સ્થાપવા અથવા તો દાદાગીરી માટે જાહેરમાં કોઈને માર મારતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતા જોવા મળે છે ત્યારે અસામાજિક તત્વો બાદ મહિલાઓ પણ જાહેરમાં મારામારી કરતાં વીડિયો વાયરલ થયા છે.
સુરતમાં ગુનેગારોને કાયદાનો ડર રહ્યો નથી ત્યારે આવી જ એક મહિલાઓને મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી આંબા વાળી કાલુપુર વિસ્તારમાં રહેતી મહિલા બ્યુટી પાર્લર ચલાવી પોતાના પરિવારને આર્થિક મદદ કરતી હતી આજ મોરલામાં રહેતી માથાભારે અબ્દુલ હયાત મલબારીનાં ઘરની મહિલાઓએ જુના ઝઘડાની અદાવત રાખીને બ્યુટી પાર્લર ચલાવતી આ મહિલાને લાકડીના ફટકા અને પાઇપ વડે જાહેરમાં ઢોરમાર માર્યો હતો.
સુરતમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલા પર હુમલો. આંબાવાડી કાલીપુલ વિસ્તારમાં હુમલો pic.twitter.com/C4joe2ehrb
મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અત્યાર સુધી પુરુષોને જાહેરમાં મારામારી કરતા અને તેમાં પણ લાકડાના ફટકા વડે મારામારી કરતા હોવાના અનેક વીડિયો વાયરલ થયા છે પણ હવે આ મહિલાઓનાં આવા વીડિયો વાયરલ થઇ રહ્યાં છે.
મહિલાઓની મારામારીનો વિડીયો વાયરલ થતાની સાથે માર ખાનાર બ્યુટી પાર્લર ચલાવતી આ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાની ફરીયાદ અને સીસીટીવીનાં આધારે આરોપી મહિલાઓને પકડી પાડવાની તજવીજ શરૂ કરી છે
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર