સુરત : માજી મેયર માવાણી પર આક્ષેપ કરતો વીડિયો અપલોડ કરી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો

News18 Gujarati
Updated: February 29, 2020, 8:27 AM IST
સુરત : માજી મેયર માવાણી પર આક્ષેપ કરતો વીડિયો અપલોડ કરી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો
પ્રતિકાત્મક તસવીર

વિડીયોમાં તે પોતાનાં હાથની નસ કાપી નાખે છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

  • Share this:
સુરત : શહેરનાં વરાછા વિસ્તારની યુવતીએએ શુક્રવારે હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યા કરવા પાછળ તેણે ધારૂકા કોલેજનાં ટ્રસ્ટી કનુભાઈ માવાણી અને ધારૂકા કોલેજ જવાબદાર હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આરોપમાં યુવતીએ જણાવ્યું હતું કે, તે એક એડમિશનનાં ભલામણ કરવા ગઈ હતી ત્યારે તેની સાથે અશોભનીય વર્તન કરી હેરાન કરવામાં આવી છે. જેને કારણે તેણે આપઘાત કરે છે. જોકે, વિડીયોમાં તે પોતાનાં હાથની નસ કાપી નાખે છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ મહિલા ડિવોર્સી છે

સુરતનાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોએ ભારે ચકચાર મચાવી છે. આ વીડિયો સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા શક્તિવિજય સોસાયટીમાં રહેતી જાગૃતિ અક્બર નામની ડિવોર્સી મહિલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે આપઘાત કરતા પહેલા શહેરનાં જાણીતા માજી મેયર અને ધારુકાવાલા કોલેજનાં ટ્રસ્ટી ડો.કનુભાઈ માવાણી આક્ષેપ કર્યાં છે.

વીડિયોમાં શું કહે છે? 

પોતાનાં વીડિયોમાં તે કહે છે કે, હું જાગૃતિ અક્બરી, કનુભાઇ માવાણીનાં પ્રેશરથી આત્મહત્યા કરું છું. એ માણસ આટલી મોટી પોસ્ટ પર બેઠો છે અને એક દીકરી સાથે કેમ વાત કરવી તેનું ભાન નથી. કાપાદ્રા પોલીસ મથકમાં જે શબ્દો મને કીધા હતા તેના સાક્ષી ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર છે. એમની પાસે રૂપિયા છે ગમે ત્યારે મરાવી નાંખશે, મારા મા-બાપને પણ ડરાવવામાં આવ્યા છે. જો સમાજનાં મોભેદાર વ્યક્તિ આવું જ વર્તન કરશે તો સમાજની દીકરી કેવી રીતે જીવશે. કનુભાઇએ મને કેવા-કેવા શબ્દો કીધા છે તે મારી મરૂન કલરની નોટબૂકમાં તારીખ સાથે લખ્યું છે. એડમીશનની રજુઆત લઇને ગયા હતા. હું કંઇ ભીખ માંગવા નહોતી ગઇ. હું સમાજને કંઇક સારું આપવા માગું છું.

કનુભાઇ માવાણીએ એવા-એવા શબ્દો કહ્યાં હતા અને તેનો જવાબ હું આપી શકતે પરંતુ મારા મા-બાપનાં સંસ્કાર એવા ન હતાં. એટલા જવાબ આપ્યો ન હતો. કનુભાઇએ મારા ઘરે એટલા બધા ફોન કર્યા છે કે, આજે મારા મા-બાપને ડર લાગે છે કે, કેવા મોટા વ્યક્તિ સાથે દુશ્મનાવટ કરી છે. હું એટલા માટે આપઘાત કરૂ છું કે, ભવિષ્યમાં આવી વ્યક્તિ બીજી કોઇ સાથે આવો વ્યવહાર કરે નહિ. છેલ્લે એવું પણ કહે છે કે, સમાજ બદલવો હશે તો એજયુકેટેડની સાથે બુધ્ધિશાળીની સાથે સમજણવાળા વ્યક્તિને સીટ પર બેસાડો નહિ તો દીકરીઓ હોમાતી જશે. મારા મોતથી સમાજને લાભ થાય એ હેતુથી હું આપઘાત કરૂં છું અને તેના માટે માત્ર ને માત્ર કનુભાઇ માવાણી જવાબદાર રહેશે.આ પણ વાંચો : 'મોંઘી ક્રિમ-પાઉડર વાપરવાનું અને ફિલ્મ જોવાનું ઓછું કરો તો પણ તેલ-શાકભાજીનો વધેલો ભાવ પરવડે'

જોકે, આ વાત કહીને આ મહિલા એ પોતાના હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ આ મહિલાને સારવાર માટે હૉસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 29, 2020, 8:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading