Home /News /south-gujarat /સુરત : પ્રેમલગ્નના ચાર માસમાં જ યુવતીએ કર્યો આપઘાત, પતિ- સસરાની ધરપકડ

સુરત : પ્રેમલગ્નના ચાર માસમાં જ યુવતીએ કર્યો આપઘાત, પતિ- સસરાની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

, આપઘાત માટે  મજબૂર કરનાર પતિ અને સસરા સામે અઠવાલાઇન્સ પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે.

સુરતના (Surat) નાનપુરા વિસ્તારમાં ધારા નામની યુવતીએ પ્રેમલગ્ન (love marrige) કર્યા હતા. જોકે, લગ્નમાં માત્ર ચાર મહિનામાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત (Suicde) કર્યો હતો. જોકે, આપઘાત માટે  મજબૂર કરનાર પતિ અને સસરા સામે અઠવાલાઇન્સ પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અને આખરે પોલીસે  ધરપકડ કરી છે.

સુરતના નાનપુરાવિસ્તારમાં આવેલા  નાવડી ઓવરાની સામે યજ્ઞ પુરૂષ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા ધીરજ કાળીદાસ બાબરીયાની પુત્રી ધારાએ ગત ફેબ્રુઆરી મહિનામાં પોતાના વિસ્તરમાં રહેતા યુવક પાર્થ યોગેશ વૈદ્ય સાથે આંખ મળી જતા પ્રેમલગ્ન કર્યા હતા. પરિવારની મરજી વિરૂધ્ધ લગ્ન કરનાર ધારા અને તેની માતા મંજુલાબેન વચ્ચે બોલચાલ ન હતી. પરંતુ સમયાંતરે તેના પિતા સાથે ફોન પર વાતચીત કરતી ધારાએ તેના પિતાને કહ્યું હતું કે, પાર્થ કંઇ કામધંધો કરતો નથી અને વારંવાર ઝઘડા કરે છે જેથી પુત્રીનું લગ્નજીવન સુખમય થાય તે હેતુથી પિતા આર્થિક મદદ કરતા હતા.

આ પણ વાંચો- સુરત : કોરોનાથી માત્ર ચાર કલાક જ કારખાના ચાલુ રહેતા રત્નકલાકારોની હાલત કફોડી

દરમ્યાનમાં ધારાએ તેના માતા-પિતાને નાવડી ઓવારે મળવા બોલાવ્યા હતા. જયાં માતા-પિતાને જોઇ રડી પડનાર ધારાએ પાર્થ કંઇ નોકરી કરતો નથી અને ઝઘડા કરે છે તથા સાસુ-સસરા પણ પાર્થને મદદ કરે છે અને જાતિ વિષયક તથા પૈસા લઇ આવવા દબાણ કરે છે તેવી ફરિયાદ કરી હતી. પાર્થના રોજબરોજના ઝઘડાથી કંટાળી ધારા પરત ઘરે આવી ગઇ હતી. પુત્રીના લગ્નજીવનમાં ભંગાણ પડતા તણાવમાં આવી માતા મંજુલાએ પણ આપધાતનો પ્રયાસ કર્યો હતો.

આ પણ જુઓ - 
" isDesktop="true" id="1003391" >

જેથી આઘાતમાં સરી પડેલી ધારાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે, લગ્નના ચાર માસમાં યુવતીના આ પગલાંને કારણે યુવતીના પરિવારે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ મામલે તપાસ શરુ કર હતી. જેમાં  અઠવાલાઇન્સ પોલીસે ધારાને આપઘાતનું પગલું ભરવા મજબૂર કરનાર પતિ પાર્થ અને સસરા યોગેશ શશીકાંત વૈદ્ય પ્રથમ તો આપઘાતની દુર્પ્રેરણા ગુનો દાખલ કરી પતિ અને સસરા પોલીસે ધરપકડ કરી છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો- સુરતમાં તંત્રની ખુલી પોલ! મનપા કર્મચારીના પુત્રને કોરોના થયા બાદ પણ ક્વૉરન્ટાઇન માટે રજા ન અપાઇ
Published by:Kaushal Pancholi
First published:

Tags: Domestic violence, Love marriage, Woman, આત્મહત્યા, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन