સુરતઃ મોટા વરાછામાંથી મહિલા સંચાલીત જુગારધામ ઝડપાયું, 13 મહિલા 'શકુની' ઝડપાઈ, નામ-ઠામ પોલીસે કર્યા જાહેર
સુરતઃ મોટા વરાછામાંથી મહિલા સંચાલીત જુગારધામ ઝડપાયું, 13 મહિલા 'શકુની' ઝડપાઈ, નામ-ઠામ પોલીસે કર્યા જાહેર
ફાઈલ તસવીર
જુગારની કલબ સ્નેહલબેન ઉર્ફે મનીષાબેન ચલાવતા હતા. સ્નેહલબેન પોતાના આર્થીક લાભ માટે ફ્લેટમાં અન્ય મહિલાઓને જુગાર રમવા માટે બોલાવતા હતા અને તેમને જુગાર રમવાના સાધનો પુરા પાડી નાળ ઉઘરાવતા હતા.
સુરતઃ સુરતના મોટા વરાછા (mota varachha) સુદામા ચોક સૌરાષ્ટ્ર ટાઉનશીપ બિલ્ડિંગ (Saurashtra Township Building) નં-બીના બીજા માળે ચાલતી મહિલાની જુગાર કલબમાં (women gambling club) ગુરુવારે સાંજે પીસીબીઍ રેડ (PCB raid) પાડી જુગાર રમતા 13 મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 97 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જયારે ઈચ્છાપોર પોલીસે (Ichchhapor police) મલગામા ગામ ઝીંગા તળાવ પાસેથી 13 જણાને ઝડપી પાડી તેમની રૂપિયા 12.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરતમાં મહિલાઓ દ્વારા ચલતા જુગાર ધામાં મહિલાઓ જુગાર રમવા આવે છે તેવી હકીકત સુરતની પીસીબી પોલીસને મળતા ગઈકાલે ગુરુવારે સાંજે સાડા ચારેક વાગ્યે બાતમીના આધારે મોટા વરાછા સુદામા ચોક પાસે સૌરાષ્ટ્રા ટાઉનશીપમાં રહેતા સ્નેહલબેન ઉર્ફે મનીષા રવિ કાપડિયાના ફલેટમાં રેડ પાડી હતી.
તેમજ ફુલુબેન ડુંગરભાઈ મકવાણા (રહે, ધ્રુવતારક સોસાયટી કતારગામ) ઝડપાયા હતા. પીસીબીઍ ઝડપાયેલી મહિલાઓ પાસેથી રોકડા 47,260 અને દાવના રોકડા 7400 અને નાળના ઉઘરાવેલા રૂપિયા 6000 મળી રોકડા 60,660 અને મોબાઈલ-9 મળી કુલ રૂપીયા 97,160ના મતાના મુદામાલ કબજે કર્યો હતો.
વધુમાં જુગારની કલબ સ્નેહલબેન ઉર્ફે મનીષાબેન ચલાવતા હતા. સ્નેહલબેન પોતાના આર્થીક લાભ માટે ફ્લેટમાં અન્ય મહિલાઓને જુગાર રમવા માટે બોલાવતા હતા અને તેમને જુગાર રમવાના સાધનો પુરા પાડી નાળ ઉઘરાવતા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર