સુરતમાં ઉલટી ગંગા: પત્નીના અફૅરનો ભાંડો ફૂટતા પતિને ઘરમાંથી કાઢી મૂક્યો


Updated: October 26, 2020, 4:43 PM IST
સુરતમાં ઉલટી ગંગા: પત્નીના અફૅરનો ભાંડો ફૂટતા પતિને ઘરમાંથી કાઢી મૂક્યો
પ્રતિકાત્મક તસવીર

પત્ની અને સાસરિયાંના ત્રાસથી કંટાળીને યુવકે વધારે પડતી ઊંઘની ગોળીઓ ખાઈ લીધા બાદ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો.

  • Share this:
સુરત: શહેરમાં એક અજીબ બનાવ સામે આવ્યો છે. અહીં ગોડાદરામાં એક વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ (Suicide Attempt) કરતા ચકચાર મચી જવા પામી હતી. પરંતુ આ આપઘાતનાં પ્રયાસ પાછળ કારણ જાણીને તમે ચોક્કસ ચોંકી જશો. ગોડાદરામાં બનેલા વિચિત્ર બનાવમાં પત્ની, સાળા અને સસરાના ત્રાસ અને ધમકીથી ત્રાસી જઇ યુવકે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી જે બાદમાં હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર અર્થે સ્મીમેર હૉસ્પિટલ (Smimer Hospital)માં ખસેડાયો હતો. આ કેસમાં પરપુરુષ સાથે પત્નીના અફૅર (Extramatiral Affairs)નો ભાંડો ફૂટી ગયા બાદ પતિને ઘરમાંથી કાઢી મૂકીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. આથી કંટાળીને પતિ (Husband)એ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ગોડાદરામાં માનસરોવર સોસાયટી પાસે શ્યામ હાઇટ્સમાં રહેતા ગણેશ બુગલૈયા અંકમ ઉધના ખાતે કોર્પોરેટ ર્સિવસ સ્ટેશનમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. છેલ્લા ચાર માસથી તેઓ અહીં કંપનીની અંદર જ રહે છે. ગણેશનાં લગ્ન વર્ષ 2011માં શ્વેતા રામબાબુ કોટા સાથે થયા હતા. ગણેશને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દરમિયાન ગણેશને માલુમ પડ્યું હતું કે તેની પત્નીનું અન્ય કોઈ પુરુષ સાથે અફૅર ચાલે છે. આ અંગે ગણેશે તેની પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: સાપ દરરોજ ચોરી જતો હતો ઇંડા, મરઘીએ ભણાવ્યો પાઠ, લોકો કરી રહ્યા છે પ્રશંસા

જોકે, શ્વેતા આ મુદ્દાને લઈને ગણેશ સાથે વારંવાર ઝઘડા કરતી હતી અને વર્ષ પહેલાં તેણીએ પતિ ગણેશ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં મારપીટની ફરિયાદ આપી હતી. જે ગુનામાં પોલીસે ગણેશની અટકાયત પણ કરી હતી. દરમિયાન ચારેક માસ પહેલાં સાળો વિશાલ અને સસરા રામબાબુએ ગણેશને ઢોરમાર મારી હવે પછી મારી દીકરી શ્વેતા પાસે આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આવું કહીને ગણેશને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.

આ પણ જુઓ-
ગત તારીખ 23મી ઓક્ટોબરના રોજ બપોરના સુમારે ગણેશ પોતાના સંતાનોના ખબરઅંતર પૂછવા આવ્યો હતો. આ વખતે પત્નીએ તેની સાથે ઝઘડો કરીને ધમકી આપી હતી. આ વાતનું માઠું લાગી જતાં ગણેશે ઊંઘની ગોળીઓ ખાધા બાદ ડાબા હાથની નસ કાપી નાખી હતી. જે બાદમાં ગણેશને સારવાર માટે સ્મીમેર હૉસ્પિટલમાં ખસેડાયો હતો. લિંબાયત પોલીસે ગણેશ અંકમની ફરિયાદના આધારે પત્ની શ્વેતા, સાળા વિશાલ, સસરા રામબાબુ કોટા અને દોનાલા સામે ગુનો નોંધી તપાસ આદરી છે. ઉલટી ગંગા સમાન સુરતના આ બનાવે શહેરમાં ખૂબ ચર્ચા જગાવી છે.
Published by: Vinod Zankhaliya
First published: October 26, 2020, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading