સુરત મહિલા PSI આપઘાત કેસ: અમિતા જોશીના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

સુરત મહિલા PSI આપઘાત કેસ: અમિતા જોશીના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
આખરે પતિ સામે કેસ દાખલ.

Surat PSI Amita Joshi Suicide Case: મૃતક પીએસઆઈના પિતાની ફરિયાદ પ્રમાણે તેમના જમાઈનું અન્ય કોઈ મહિલા સાથે ચક્કર હતું, દીકરીને માનસિક ત્રાસ આપતા હતા.

  • Share this:
સુરત: શહેરના મહિલા પીએસઆઈ અમિતા જોશી આપઘાત કેસ (Surat PSI Amita Joshi Suicide Case)માં પતિ અને સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ઉધના પોલીસ સ્ટેશન (Udhna Police Station)માં ફરજ બજાવતા મહિલા સબ-ઈન્સ્પેક્ટર અમિતા જોશી (Amita Joshi)એ 10 દિવસ પહેલા ફાલસાવાડી પોલીસ લાઈન ખાતે પોતાના સરકારી ક્વાર્ટર ખાતે સર્વિસ રિવોલ્વર (Revolver)થી આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં મૃતક અમિતા જોશીના પિતા નિવૃત જમાદાર બાબુ જોશી (Babu Joshi)એ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાના પતિ વૈભવ વ્યાસ (Vaibhav Vyas) અને સાસુ-સસરા, બે નંણદો સામે ફરિયાદ આપી છે. ફરિયાદ પ્રમાણે અમિતાના પતિ વૈભવનું અન્ય મહિલા સાથે ચક્કર ચાલતું હતું. આ ઉપરાંત તે અમિતાને રૂપિયા, ફ્લેટ અનેક બાબતે વારંવાર ત્રાસ આપતો હતો.

આ મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈના પતિ વૈભવ વ્યાસ, તેની બે બહેનો, સસરા જીતેન્દ્ર વ્યાસ, સાસુ સામે ગુનો નોંધાયો છે. મૂળ ભાવનગરની વતની અને સુરતના ઉધના પોલીસ મથકની મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમિતા જોશીના આપઘાત કેસ દરરોજ નવી નવી માહિતી સામે આવતી હતી. સોમવારે મૃતક અમિતા જોશીના પિતાએ દીકરીના પતિ અને સાસરીયા સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. જે બાદમાં આખરે ગુનો દાખલ થયો છે.આ પણ વાંચો: એવી પણ માહિતી મળી છે કે અમિતા અને વૈભવે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત પોલીસની તાલિમ વખતે થઈ હતી. બંને બ્રાહ્મણ પરિવારના હોવા ઉપરાંત એક જ ખાતામાં નોકરી હોવાના લગ્ન નક્કી થયા હતા. પતિ-પત્ની બંને કૉન્સ્ટેબલ હતા. જે બાદ અમિતાએ પીએસઆઈની પરીક્ષા આપી હતી અને તેમાં સફળ થઈ હતી. વર્ષ 2016 દંપતિને દીકરાનો જન્મ થયો હતો.

આ પણ જુઓ-

પીએસઆઈના પિતાની ફરિયાદ પ્રમાણે, અમિતાના ભાઇ અજયની સગાઇ પ્રસંગે અમિતાએ બહેન કાજલને વૈભવના આડાસંબંધ અને ત્રાસ અંગે વાત કરી હતી. વૈભવે દીકરાની સારસંભાળ રાખવા ઘરે એક વિધવા મહિલાને નોકરીએ રાખી હતી. જેની સાથે પણ વૈભવનું અફેર હોવાનું બહાર આવ્યું હતું. વિધવા સાથે વૈભવની વાતચીતનું રેર્કોડિંગ અમિતાએ કરી લીધું હતુ. પતિના આડાસંબંધોથી અમિતા માનસિક રીતે ભાંગી પડી હતી.
Published by:Vinod Zankhaliya
First published:December 14, 2020, 18:32 pm

ટૉપ ન્યૂઝ