સુરતની મહિલા ફાઇનાન્સર ડિમ્પલે રૂપિયા લેતીદેતીમાં કર્યું ડેરી માલિકનું અપહરણ

સુરતની મહિલા ફાઇનાન્સર ડિમ્પલે રૂપિયા લેતીદેતીમાં કર્યું ડેરી માલિકનું અપહરણ
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

ડિમ્પલ અને રોહિત રબારીએ ચિરાગ પાસે 2.50 લાખ રૂપિયા અત્યારે જ જોઈશે તેમ કહીને ચિરાગને માર માર્યો હતો.

  • Share this:
સુરત: સુરતમાં હવે ગુનેગારોને કોઈ ડર જ ન રહ્યો હોય તેમ દરરોજ નવા નવા કિસ્સા સામે આવી રહ્યા છે. રાજ્યમાં વ્યાજખોરો (Loan Sharks) સામે કડક હાથ કામ લેવાની સૂચના હોવા છતાં દરરોજ વ્યાજખોરોના ત્રાસના અનેક બનાવો સામે આવતા રહે છે. આવો વધુ એક બનાવ સુરતમાં નોંધાયો છે. સુરતના પાલનપુર પાટિયા (Palanpur Patia- Surat) ખાતે રહેલા એન ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ડેરી મલિકનું મહિલા ફાઇનાન્સર (Money Lender Dimple) તેના સાગરિક સાથે મળીને અપહરણ (Kidnapping) કરી લીધું હતું. જે બાદમાં તેઓને અમરોલી વિસ્તાર (Amroli Area)માં લઈ જઈને માર મારી કોરા ચેક પર સહી કરાવી લીધી હતી. આ મામલે ડેરી માલિકે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ સતત પોલીસ મથકે ફરિયાદો આવી રહી છે. વ્યાજખોરો પઠાણી ઉઘરાણીની સાથે સાથે નાણા લેનાર લોકોને માર પણ મારતા હોય છે. આવા કિસ્સામાં અનેક વખત વ્યાજે પૈસા લેનાર વ્યક્તિઓ આપઘાત પણ કરી લેતા હોય છે. સુરતના પાલનપુર પાટિયાની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા અને ઘર નજીક યોગેશ્વર ડેરી નામે દુકાન ચલાવતા ચિરાગ ચીમનલાલ પટેલના નાના ભાઈ હાર્દિકે એક મહિલા પાસેથી કેટલાક રૂપિયા વ્યાજે લીધા હતા. જે મામલે ડિમ્પલ પટેલ નામની મહિલા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પૈસાની લેતીદેતીમાં વિવાદ ચાલી રહ્યો હતો.આ પણ વાંચો: સુરત: 'તું મને ગમતી નથી, તારા જેવી મારી પાસે ઘણી છે, હું કરોડપતિ છું'

હાર્દિકના મોટાભાઇ ચિરાગે ડિમ્પલને 4.38 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં ચારેક દિવસ અગાઉ ડિમ્પલ ચિરાગની દુકાને ઘસી આવી હતી અને હાર્દિક સાથે ઝપાઝપી કરી હતી. જેથી ચિરાગે દરમિયાનગીરી કરી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડિમ્પલે રોહિત રબારી નામના માથાભારે યુવાનને ફોન કરી બોલાવ્યો હતો અને માર મારીને ચિરાગનું કારમાં અપહરણ કરી લીધું હતું. જે બાદમાં તેને અમરોલી વિસ્તારમાં લઈ ગયા હતા.

આ પણ વાંચો: સુરતમાં સૂર્યા મરાઠીના ખાસ રાકેશ મારુની હત્યા: જમીનના રૂપિયાની લેતીદેતીમાં પતાવી દીધો હતો

અહીં ડિમ્પલ અને રોહિત રબારીએ ચિરાગ પાસે 2.50 લાખ રૂપિયા અત્યારે જ જોઈશે તેમ કહીને ચિરાગને માર માર્યો હતો. ચિરાગે જ્યારે કહ્યુ હતુ કે હિસાબ પૂરી થઈ ગયો છે, હવે ક્યાં પૈસા લેવાના બાકી છે. જે બાદમાં રોહિતે 'રૂપિયા તો તારે આપવા જ પડશે, નહીં તો જોવા જેવી થશે' તેમ કહીને ધમકી આપી હતી.

આ પણ જુઓ-

જે બાદમાં ચિરાગે તેના એક મિત્રને ત્રણ ચેક લઇ જહાંગીરપુરા પેટ્રોલપંપ પાસે બોલાવ્યો હતો. અહીંથી રોહિતનો મિત્ર ચેક લઇ અમરોલી ગયો હતો અને ત્યાં ચિરાગ પાસે 80 હજાર અને 85 હજારની રકમના બે ચેક પર સહી કરાવી પરત પાલનપુર પાટિયા પાસે છોડી ગયા હતા. જોકે, તમામે યુવાનને માર માર્યો હોવાને લઇને તેણે તાત્કાલિક પોલીસ મથકે વ્યાજખોર મહિલા અને તેના સાગરીત સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અડાજણ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:November 13, 2020, 12:42 pm