સુરત : પત્નીએ પતિના બંને હાથ પકડી રાખ્યા, પ્રેમીએ દોરીથી ગળેટૂંપો આપી દીધો


Updated: January 30, 2020, 4:56 PM IST
સુરત : પત્નીએ પતિના બંને હાથ પકડી રાખ્યા, પ્રેમીએ દોરીથી ગળેટૂંપો આપી દીધો
મૃતક યુવક તથા ફરાર આરોપી સંતોષ

સુરતમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પત્નીએ તેની ઘરની સામે રહેતા પ્રેમીની મદદથી પત્નીની હત્યા હોવાનો ખુલાસો.

  • Share this:
સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ગામના મહાવીરનગરમાં એક દિવસ પહેલા શાકભાજીનો વેપાર કરતા પ્રેમચંદ્ર રામગોપાલ સોનકરની હત્યા થઈ હતી. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ મામલે પોલીસ મૃતકની પત્નીની ધરપકડ કરી છે. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખ્યાનો ખુલાસો થયો છે. આ મામલે મૃતકના સંતાનોએ પોલીસને સાચી હકીકત જણાવી દીધી હતી. મહિલાનો પ્રેમી મૃતકને ત્યાં નોકરી કરતો હોવાનું માલુમ પડ્યું છે.

હત્યા બાદ મહિલાનો પ્રેમી સંતોષ પ્રજાપતિ ભાગી ગયો છે. એક દિવસ પહેલા પ્રેમચંદ રામગોપાલ સોનકરની હત્યા કરાયેલી લાશ તેના જ ઘરમાંથી બે દિવસ પહેલા મળી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાની માહિતી મળી હતી. સ્થાનિકોએ પોલીસને એવી માહિતી આપી હતી કે મૃતકની પત્નીએ જ તેની હત્યા કરી છે.

બાળકોએ ભાંડો ફોટ્યો

આ મામલે પોલીસ પૂછપરછ કરતા મૃતકની પત્નીએ ખોટી કહાની ઉભી કરી હતી. મૃતકની પત્નીએ કહ્યું હતું કે, "હું બાથરૂમ ગઈ તે વખતે ચાર ઈસમો મારા ઘરમાં ઘૂસી ગયા હતા અને મારા પતિની હત્યા કરીને ભાગી ગયા હતા." પત્નીની આવી વાત પોલીસને ગળે ઉતરી ન હતી અને તેની સાડીમાં લાગેલા લોહીના ધબ્બા પરથી શંકા પડી હતી. આ મામલે પોલીસે મૃતકના ચાર બાળકોની પૂછપરછ કરી હતી. જેમાંથી મૃતકની પત્નીએ બે બાળકોને ખોટું બોલવા માટે સમજાવ્યા હતા. જ્યારે બે બાળકો પોલીસ પૂછપરછ દરમિયાન સાચું બોલી ગયા હતા.

પત્નીએ હાથ પકડી રાખ્યા, પ્રેમીએ ગળે ટૂંપો આપ્યો

આરોપી સુધા સોનકરને સંતોષ સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતા. સંતોષ સુધાના ઘર સામે જ રહેતો હતો. સંતોષ તેના પતિ પ્રેમચંદ્રને ત્યાં નોકરી કરતો હતો. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા મૃતકની પત્નીએ કહ્યું હતું કે, તેનો પ્રેમી સંતોષ બુધવારે મધરાત્રે 1.30 વાગ્યે તેના રૂમમાં આવ્યો હતો. જે બાદમાં પ્રેમચંદ્ર અને સંતોષ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાની અદાવતમાં પત્ની સુધાએ પતિના બે હાથ પકડી રાખ્યા હતા અને પ્રેમી સંતોષે પહેલા નાયલોન દોરીથી પ્રેમચંદ્રને ગળેટૂંપો આપી દીધો હતો. બાદમાં તેના માથામાં હથોડી મારી દીધો હતો અને પ્રેમિકાના પતિનું ગળું કાપી નાખ્યું હતું.હત્યા બાદ પત્ની પ્રેમીના ઘરે જતી રહી

પતિની હત્યા કર્યા બાદ પત્ની તેના ઘરને તાળું મારીને ચાર સંતાનો સાથે સામેના રૂમમાં જ રહેતા પ્રેમી સંતોષના ઘરે ચાલી ગઈ હતી. આખી રાત તેણે ત્યાં જ વિતાવી હતી. વહેલી સવારે સંતોષ પોતાની બેગ લઈને ફરાર થઈ ગયો હતો. ત્યાર પછી મહિલાએ તેના ઘરનું તાળું ખોલવા માટે પડોશીને વાત કરી હતી. પાડોશીએ દરવાજો ખોલવાની ના પાડતાં આખરે તેણે ઘરનો દરવાજો ખોલ્યો હતો અને બૂમાબૂમ કરી હતી. મહિલાની બૂમાબૂમ સાંભળીને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. અહીં એક રૂમમાં પતિની લોહીથી લથબથ હાલતમાં લાશ પડી હતી.
First published: January 30, 2020, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading