સુરત : ત્રણ વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી માતાનો પણ આપઘાત

સુરત : ત્રણ વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી માતાનો પણ આપઘાત
માતા-પુત્ર

માતાએ ફૂલ જેવા બાળકને ઝેરી દવા પીવડાવી ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરી નાખી, બાદમાં પોતે પણ ઝેર ગટગટાવી લીધું.

 • Share this:
  સુરત : શહેરમાં આપઘાત (Suicide)નો એક બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં એક મહિલાએ પોતાના ત્રણ જ વર્ષના માસૂમ દીકરાની ઝેરી પીવડાવીને હત્યા કરી નાખી હતી. જે બાદમાં પોતે પણ આપઘાત (Surat City Suicide)કરી લીધો છે. પોલીસે (Surat Kapodra Police)આ મામલે તપાસ શરૂ કરી છે પરંતુ આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી. પોલીસે મહિલા તેમજ તેના દીકરાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. એક માતાએ ત્રણ વર્ષના ફૂલ જેવા સંતાનને મોતને ઘાટ ઉતારીને આપઘાત કરી લીધો છે ત્યારે માતાની એવી તો શું મજબૂરી રહી હશે તેણીએ આવું આત્યાંતિક પગલું ભર્યું હશે તેની ચર્ચા જાગી છે.

  મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારના સવજી કોરાટ બ્રિજ પાસે આવેલી રુક્ષ્મણી સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. જ્યાં શિતલબેન ધડુકે પોતાના ત્રણ વર્ષના દીકરા પાર્થીવને ઝેરી દવા પીવડાવી દીધી હતી. જે બાદમાં પોતે પણ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી.  આ પણ વાંચો : મોરારિબાપુએ PMની જનતા કર્ફ્યૂની અપીલને બિરદાવી, લોકોને જોડાવવા કર્યું આહવાન

  દીકરાને ઝેરી પીણું પીવડાવી ઓશિકાથી મોઢું દબાવી દીધું

  આ મામલે કાપોદ્રા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મૃતક શિતલબેને (ઉં.વ.34) પહેલા તેના ત્રણ વર્ષના દીકરા પાર્થીવને કોઈ ઝેરી દવા પીવડાવી દીધી હતી. જે બાદમાં કપડા અને ઓશિકા વડે તેનું મોઢું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદમાં તેણે પણ ઝેરી દવા પી લીધી હતી. આ મામલે કાપોદ્રા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
  Published by:News18 Gujarati
  First published:March 21, 2020, 13:18 pm

  ટૉપ ન્યૂઝ