સુરત : યુવકે પરિણીતાનું ફેસબુક એકાઉન્ટ હેક કર્યુ, સંબંધી મહિલાઓને વીડિયો કોલ કરી નિર્વસ્ત્ર થઈ ગયો!

સુરત : યુવકે પરિણીતાનું ફેસબુક એકાઉન્ટ હેક કર્યુ, સંબંધી મહિલાઓને વીડિયો કોલ કરી નિર્વસ્ત્ર થઈ ગયો!
પ્રતિકાત્મક તસવીર

પરિણીતાની USAમાં રહેતી પિતરાઇ બહેનને પણ વીડિયો કોલ કર્યા, બિભત્સ મેસેજ કર્યા, પોલીસની શોધખોળ શરૂ

 • Share this:
  સુરત : સુરત શહેરમાં (Surat) વિકૃતિની ચરમસીમા લાંગતો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક યુવકે એક પરિણીતાનું ફેસબુક (Facebook) એકાઉન્ટ હેક કરી અને તેના સગાસંબંધીઓને અશ્વીલ મેસેજ કરી અને વીડિયોકોલ પર નગ્ન થઈ ગયો હતો. આ મામલે મહિલાએ યુવક વિરુદ્ધ રાંદેર પોલીસ (Rander Police) મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની વિગત હચમચાવી નાંખનારી છે.

  આ બનાવની વિગત એવી છે કે સુરત શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા યુવકની પત્નીના ફેસબુક એકાઉન્ટને હેક કરી મિત્રો અને સગાસબંધીઓને અશ્લીલ મેસેજ કરવા ઉપરાંત વીડિયો કોલ કરી મોઢું છૂપાવી નગ્ન થઇ શરીર બતાવનાર યુવાન વિરુદ્ધ મહિલાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.  આ પણ વાંચો :  સુરત : તાપીમાં ડૂબ્યા હતા એક જ પરિવારના 4 બાળકો, લાપતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો

  જોકે, આ ઘટનાની તવારીખ ફેબ્રુઆરી સુધી પહોંચે છે. શહેરના રાંદેર રોડ પર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા યુવાનની પત્નીના એફબી પરથી યુવકના બે મિત્રો પર બિભત્સ મેસેજ ગયા હતા. યુવકના મિત્રોએ આ કરતૂતની જાણ તેને કરતા તે યુવક અને તેની પત્નીને ઝટકો લાગ્યો હતો. દરમિયાન પરિણીતાના એફબી મેસેન્જ પરથી અમેરિકામાં રહેતી તેની મામાની દીકીરઅને ફોઈના દીકરાની પત્ની પર ત્રણથી ચાર વખત કોલ પણ કર્યા હતા.

  પરિણીતાનું ફેસબુક એકાઉન્ટ હેક કરનાર ગઠિયાએ અમેરિકા ખાતે રહેતી પરિણીતાના મામાની દીકરી અને અને ફોઇના દીકરાની પત્નીને કોલ કરી મોઢું છુપાવી નગ્ન થઇ શરીર બતાવી અશ્લીલ હરકતા કરતા હોય તેવું પણ દર્શાવ્યું હતું. જોકે, આ ઘટનાની જાણ પરિણીતાએ તેના પરિવારને જાણ કરતા પતિ સાયબર ક્રાઇમમાં દોડી ગયા હતા.

  આ પણ વાંચો :  સુરત : રત્નકલાકારે તાપીમાં કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો, માછીમારોએ જિંદગી બચાવી

  આ ફરિયાદ બાદ પરિણીતા ફેસબૂક પેજ પરથી આવેલા સ્ક્રિનશોટ મંગાવી અને ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં ગત મોડી રાત્રે યુવાનની પત્નીનાં ફેસબુક એકાઉન્ટને હેક કરનાર વિરૂધ્ધ ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી એક્ટ હેઠળ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આવી છે.

  પોલીસ આ યુવકને શોધીને તેને ક્યા પ્રકારે કાયદાના પાઠ ભણાવે છે તેના પર સમગ્ર ઘટનાનો આધાર છે કારણ કે જો આ પ્રકારના તત્વોની શાન ઠેકાણે પાડવામાં ન આવે તો તે ભવિષ્યમાં પણ આ પ્રકારની હરકતો કરી શકે છએ.
  Published by:Jay Mishra
  First published:December 11, 2020, 15:44 pm

  ટૉપ ન્યૂઝ