સુરત : હૉસ્પિટલ જતા રાતે દોઢ વાગે રસ્તા પર જ મહિલાની પ્રસૂતિ થઇ

News18 Gujarati
Updated: November 5, 2019, 1:40 PM IST
સુરત : હૉસ્પિટલ જતા રાતે દોઢ વાગે રસ્તા પર જ મહિલાની પ્રસૂતિ થઇ
પ્રતિકાત્મક તસવીર

શહરેનાં અલથાણ ચોકડી પાસે જ કચરાનાં ઢગલા પાસે મહિલાએ દીકરાને જન્મ આપ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : સુરતમાં એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા હૉસ્પિટલ લઇ જવામાં આવી રહી હતી. આ દરમિયાન રસ્તા પર જ શહરેનાં અલથાણ ચોકડી પાસે જ કચરાનાં ઢગલા પાસે મહિલાએ દીકરાને જન્મ આપ્યો હતો. રાતે દોઢ કલાકે 108 એમ્બ્યુલન્સ આવી હતી અને મહિલા અને બાળક બંન્નેને સુરત સિવિલ હૉસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઇ ગયા હતાં.

આ મામલે મળતી માહિતી પ્રમાણે પાંડેસરામાં રહેતા 24 વર્ષનાં પનીકબેન પરિવાર સાથે રહે છે. તેમનો પરિવાર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. તેમને ગઇકાલે મોડી રાતે પીડા ઉપડતા હૉસ્પિટલમાં લઇ જવામાં આવતા હતાં. તે દરમિયાન જ તેમની અલઠાણ ચોકડી નજીક કચરાનાં ઢગલા પાસે દીકરાને જન્મ આપ્યો હતો. દરમિયાન પનીકબેનના પતિએ 108ને જાણ કરી હતી અને તાત્કાલિક 108ની ટીમ પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો : વડોદરા : હેલ્મેટ ન પહેરેલા બાઇક ચાલકને રોકવા જતા ટ્રાફિક પોલીસ 25 ફૂટ ઢસડાયો

ત્યારબાદ તે જ સ્થળે એમ્બ્યુલન્સની લાઈટના ઉજાસમાં નાળ કાપી માતા-દીકરાને છુટ્ટા પાડ્યા હતા. જે બાદ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ માતા-દીકરાને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ આ બંન્ને સિવિલ હૉસ્પિટલમાં દાખલ છે.
First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर