સુરતનો શરમજનક કિસ્સો: પતિએ સગર્ભા પત્નીનું મોઢું દબાવી રાખ્યું, બે જેઠે દુષ્કર્મ આચર્યું

News18 Gujarati
Updated: September 30, 2020, 10:22 AM IST
સુરતનો શરમજનક કિસ્સો: પતિએ સગર્ભા પત્નીનું મોઢું દબાવી રાખ્યું, બે જેઠે દુષ્કર્મ આચર્યું
પ્રતિકાત્મક તસવીર

મહિલાની ફરિયાદ પ્રમાણે બંને જેઠે દુષ્કર્મ આચર્યું ત્યારે તેના પતિએ બંનેની મદદ કરી હતી. પતિએ મહિલાનું મોઢું દબાણી રાખ્યું હતું.

  • Share this:
સુરત: શહેરમાં માનવજાતને શરમમાં મૂકાવવું પડે તેવો બનાવ બન્યો છે. અહીં એક સગર્ભા (Pregnant Lady) પર પતિની મદદથી બે જેઠે દુષ્કર્મ (Rape Complaint) આચર્યું છે. એટલું જ નહીં મહિલાની સાત વર્ષની બાળકીની પણ છેડતી કરવામાં આવી હતી. જે બાદમાં આરોપીઓ ભાગી છૂટ્યા હતા. આ મામલે પરિણીતાએ પતિ અને બે જેઠ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશન (Rander Police Station)માં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં દરરોજ અનેક ગુના પોલીસ ચોપડે નોંધાતા રહે છે. જેમાં દુષ્કર્મ અને છેડતીના બનાવો પણ નોંધાતા રહે છે. શહેરમાં હવે માનવતાને શરમમાં મૂકાવું પડે તેવો બનાવ નોંધાયો છે. સુરતના ઉગત ગામના રહેતા અને મૂળ બિહારના શિવાનનો વતની મુન્ના વર્મા યાદવ તેની પત્ની અને સાત વર્ષની બાળકી સાથે રહેતો હતો. મુન્નાની પત્નીને સારા દિવસો જઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

આ પણ વાંચો: સુરત પોલીસનો વીડિયો વાયરલ, ASI રૂપિયા 200ની લાંચ લેતા ઝડપાયા

મુન્નાની પત્નીને આઠમો મહિનો ચાલી રહ્યો છે. જે બાદમાં પતિએ ઝઘડાની અદાવત રાખી મહિલાના બે જેઠ અજય અને વિજય ઘરે આવ્યા હતા. તારીખ 5.7.2018ના રોજ મહિલા પર તેના બે જેઠે દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે તેના પતિએ તેના બે ભાઈને દુષ્કર્મ આચરવામાં મદદ કરી હતી. એટલું જ નહીં આ સમયે ત્યાં હાજર મહિલાની સાત વર્ષની બાળકની પણ બંને જેઠે શારીરિક છેડતી કરી હતી. મહિલાની ફરિયાદ પ્રમાણે બંને જેઠે દુષ્કર્મ આચર્યું ત્યારે તેના પતિએ બંનેની મદદ કરી હતી. પતિએ મહિલાનું મોઢું દબાણી રાખ્યું હતું.

આ પણ વાંચો: ગોરખપુર: રસ્તાની બાજુમાં ઊભેલી કાર અચાનક હલવા લાગી, પોલીસે જઈને જોયું તો દંગ રહી ગયા
આ ઘટના મામલે પરિણીતાને તેનો પતિ ધમકાવતો હતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. આ મામલે પરિણીતાએ કોઈ ફરિયાદ કરી ન હતી. જોકે, થોડા દિવસ પહેલા પતિ ઘરમાં રહેલી તમામ રોકડ અને દાગીના લઈને ભાગી ગયો હતો. જે બાદમાં મહિલાએ હિંમત એકઠી કરીને પતિ અને બંને જેઠ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 30, 2020, 9:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading