સુરત: સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પડ્યો પતિ, પત્ની સામે જ બાંધતો હતો સંબંધ

News18 Gujarati
Updated: September 24, 2020, 11:14 AM IST
સુરત: સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પડ્યો પતિ, પત્ની સામે જ બાંધતો હતો સંબંધ
પ્રતિકાત્મક તસવીર

સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પડેલો પતિ તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, કંટાળીને પત્નીએ ફરિયાદ નોંધાવી.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: શહેરમાં હંમેશા કંઈક અજબ-ગજબ બનાવો સામે આવતા રહે છે. હવે અહીં એક અનોખી પ્રેમ કહાણી (Love Story) સામે આવી છે. અહીં એક પત્ની (Wife)એ પોતાના પતિ (Husband) સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે સ્વરૂપવાન મહિલાનો પતિ તેણીને છોડીને એક કિન્નર (Eunuch)ના પ્રેમમાં પડ્યો છે. એટલું જ નહીં કિન્નર સાથે તે શારીરિક સંબંધ પણ ધરાવે છે. પત્નીએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પતિએ તેણીને માનસિક અને શારીરિક ત્રાસ (Physical and Mental Harassment) આપવાનું શરૂ કર્યું હતું. આ મામલે કંટાળીને પત્નીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ આપી છે.

ફરિયાદીએ સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી વસાહતમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવક સાથે પરિવારની મરજીથી લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ પરિવાર આ સ્વરૂપવાન પુત્રવધૂને સારી રીતે રાખતા હતા. મહિલાનો પતિ પણ તેને સારી રીતે રાખતો હતો. જોકે, તે રિક્ષા ચલાવતો હોવાથી કિન્નરોને લઇને શહેરમાં ફરતો હતો. આ દરમિયાન મહિલાના પતિની થોડા સમય પહેલા એક કિન્નર સાથે આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ પણ વાંચો: અમરેલી: વગર વરસાદે આ ગામમાં લોકોના ઘર, ફળિયા અને બજારમાંથી આપમેળે નીકળે છે પાણી, ગામ લોકો ત્રાહીમામ!

જોત જોતામાં રિક્ષા ચાલક પતિ સ્વરૂપવાન પત્નીને છોડી આ કિન્નર સાથે ફરવા લાગ્યો હતો. એક સમય એવો આવ્યો કે આ રિક્ષા ચાલક યુવાન પત્નીની સામે જ આ કિન્નર સાથે તેના જ ઘરમાં શારીરિક સંબંધ બાંધવા લાગ્યો હતો. પત્નીએ આ બાબતે વિરોધ કરતા પતિ ઉપરાંત તેના સાસુ-સસરા તેણીને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ચોર પોલીસ સ્ટેશન બહારથી પોલીસ કોન્સ્ટેબલનું સ્કૂટર ચોરી ગયો!

સાસરિયા તરફથી નાની-નાની વાતોમાં ફરિયાદીની મહેણાં-ટોંણા મારવામાં આવતા હતા. જોકે, મહિલાનો પતિ આટલેથી અટક્યો ન હતો અને કિન્નરના પ્રેમમાં અંધ થયા બાદ પત્નીને માર મારવા લાગ્યો હતો. જે બાદમાં એક દિવસ ફરિયાદ આ તમામ વાતોથી કંટાળીને તેના પિયરમાં જતી રહી હતી. સતત માનસિક ત્રાસ આપનાર પતિ વિરુદ્ધ મહિલાએ આ મામલે પોલીસમાં અરજી કરી હતી. પોલીસે આ વાતને ગંભીરતાથી લઈને મહિલાની ફરિયાદ બાદ આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 24, 2020, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading