સુરત: આઇસક્રીમ ખાવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર


Updated: September 16, 2020, 12:25 PM IST
સુરત: આઇસક્રીમ ખાવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં લાકડાના વેપાર સાથે જોડાયેલા પરિવારની પુત્રવધૂએ પતિ સાથે ઝઘડા બાદ આપઘાત કરી લેતા ચકચાર.

  • Share this:
સુરત: શહેરના પાંડેસરા વિસ્તાર (Pandesara Area)માં રહેતા લાકડાના વેપાર સાથે જોડાયેલા પરિવારની પરિણીતા (Married Woman)એ પતિ સાથે આઇસ્ક્રીમ (Icecream) ખાવા બાબતે થયેલા ઝઘડા બાદ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. ચાર દિવસ પહેલા થયેલા ઝઘડા બાદ પરિણીતાએ પોતાના ઘરે જ આપઘાત (Suicide) કરી લીધો હતો. સામાન્ય ઝઘડામાં આપઘાત જેવું પગલું ભરી લેતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે.

પતિ-પત્ની વચ્ચે ક્યારેક મીઠા ઝઘડા થવા સામાન્ય વાત છે. જોકે, ક્યારેક કોઈ નાનો ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં બની છે. મૂળ કચ્છ-ભૂજના નખત્રાણાની વતની એવા ઉષાબેન વિઠ્ઠલભાઇ પટેલ પોતાના પતિ સાથે પાંડેસરા વિસ્તારમાં આવેલ શ્રી રામેશ્વર ટીમ્બર ખાતે રહેતા હતા. મહિલાનો પતિ પરિણીતાના કાકા સાથે લાકડાનો વેપાર કરતો હતો. ચાર દિવસ પહેલા પરિણીતાએ તેના પતિને આઇસક્રીમ ખવડાવવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: બીજેપીના સફાઈ અભિયાન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું 

જોકે, પતિએ આઇસક્રીમ માટે ના પાડી દીધી હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. જોકે, પરિણીતાને આ વાતનું લાગી આવતા ચાર દિવાસ બાદ તેણે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને ગાળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણકારી મળતા પરિવાર સાથે પાડોશી દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આઇસક્રીમ જેવા નાના મુદ્દે ઝઘડો થયા બાદ પરિણીતા આપઘાત કરી લે તે વાત પોલીસને પણ ગળે નથી ઉતરી રહી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: પાંચ વાર MLA અને એક વખત સાંસદ રહેલા પીઢ નેતા લીલાધર વાઘેલાનું અવસાન

સુરતમાં ત્રણ દિવસમાં પાંચ હત્યાસુરતમાં ગુનેગારો કાબૂ બહાર થઈ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જે બાદમાં પોલીસ (Surat Police)ની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. શહેરમાં સતત ત્રીજા દિવસે પણ હત્યા (Five Murders in three days)ની ઘટના બનવા પામી છે. છેલ્લા ત્રણ દિવસમાં પાંચમી હત્યાની ઘટના સામે આવી છે.

નીચે વીડિયોમાં જુઓ: તસ્કરો આખું એટીએમ ઉપાડી ગયા

ત્રણ દિવસમાં થયેલી હત્યા

1) પાંડેસરા વિસ્તાર: પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરવામાં આવી.

2) ડિંડોલી વિસ્તાર: યુવાનને માર મારીને રેલવેના પાટા પર ફેંકી દીધો.

3) લિંબાયત વિસ્તાર: અંગત અદાવતમાં યુવાનની હત્યા.

4) પુણા વિસ્તાર: પૈસાની લેતીદેતીમાં યુવાનની હત્યા.

5) પાંડેસર વિસ્તાર: અજાણ્યા લોકોએ લૂંટના ઈરાદે યુવાનની હત્યા કરી.
Published by: Vinod Zankhaliya
First published: September 16, 2020, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading