સુરત : સરકારી હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર પતિએ દહેજ માટે તબીબ પત્નીને માર માર્યાની ફરિયાદ


Updated: July 1, 2020, 10:11 AM IST
સુરત : સરકારી હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર પતિએ દહેજ માટે તબીબ પત્નીને માર માર્યાની ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

ડૉક્ટર પતિએ પત્નીને માર માર્યો : 'તું દહેજમાં કંઇ લાવી નથી, તારો ભાઇ એન્જિનિયર છે પણ કંઇ કામનો નથી, તારા ભાઇ પાસેથી કાર અને રોકડ લઇ આવ.'

  • Share this:
સુરત : દહેજ માટે પરિણીતા (Harassment for Dowry)ને ત્રાસ આપતા હોવાની ફરિયાદ અનેક જોઈ હશે પરંતુ સુરતમાં ભણેલા-ગણેલા લોકો દહેજ માટે પત્ની (Wife)ને ત્રાસ આપતા હોવાની ફરિયાદ સામે આવી છે. સુરતની સરકારી હૉસ્પિટલ (Surat Smimer Hospital)ના તબીબે દહેજ માટે પ્રૉફેસર પત્ની (Doctor Wife) પર ત્રાસ આપીને માર માર્યો હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ મથક (Khatodara Police Station)માં નોંધાઈ છે.

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હૉસ્પિટલ ખાતે આવેલી કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રૉફેસર તરીકે ફરજ બજાવતા મહિલા તબીબના લગ્ન વર્ષ 1997ના નવેમ્બર મહિનામાં ગ્વાલીયર ખાતે રહેતા દીપક મહેશકુમાર સિંઘલ સાથે થયા હતા. હાલ બંનેને સંતાનમાં 21 વર્ષીય પુત્ર અને 17 વર્ષીય પુત્રી છે. લગ્ન બાદ શરૂઆતના દિવસો શાંતિ પસાર થતા હતા પણ થોડા સમય બાદ ત્યાર બાદ પતિ સામાન્ય બાબતોમાં ઝઘડા કરતો હતો. બંને વર્ષ 2011માં કામ અર્થે અમદાવાદ ગયા હતા, જયાં પણ સામાન્ય બાબતમાં ઝઘડો કરી પતિએ છૂટી ખુરશી આપી હતી.

આ પણ વાંચો : સુરત : દીકરીનો સંસાર દુઃખમય હોવાથી માતાનો આપઘાતનો પ્રયાસ, આઘાતમાં દીકરીનો આપઘાત

વર્ષ 2002 માં પતિ-પત્ની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રહેતા હતા અને ત્યાર બાદ તેમણે ભટાર રોડ કાપડીયા હેલ્થ ક્લબ નજીક સુમંગલ પ્રભાત સોસાયટીમાં ઘર ખરીદ્યું હતું અને તેઓ ત્યાં રહેવા ગયા હતા. જે બાદમાં દીપકે પત્નીને 'તું દહેજમાં કંઇ લાવી નથી, તારો ભાઇ એન્જિનિયર છે પણ કંઇ કામનો નથી, તારા ભાઇ પાસેથી કાર અને રોકડ લઇ આવ,' કહીને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો.

વીડિયો જુઓ : સુરતમાં કોરોના વાયરસ બેકાબૂ
આ પણ વાંચો : સુરતના વેપારીને ધમકી, 'તમારો વીડિયો તમારા મિત્રો પાસે પહોંચી જશે'

આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલા દ્વારા પોતાના ભાઈને સમગ્ર ઘટાની જાણકારી આપતા મહિલાના ભાઈએ તબીબ દીપકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાર બાદ દીપકે દહેજની માંગણી કરી ત્રાસ આપવાનું ચાલુ રાખતા મહિલા બંને સંતાન સાથે ભાડાના મકાનમાં રહેવા ચાલી ગઇ હતી. દરમિયાન 10 દિવસ અગાઉ પરિવારના સભ્યોની સારવાર માટે પતિ દીપકના નામની રેડ બુક ઇશ્યૂ થઇ હતી તે લેવા માટે પતિના ઘરે ગઇ હતી. પરંતુ સોસાયટીના નાકા પર દીપક મળી જતા તેણે મહિલા સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપતા છેવટે આ અંગે મહિલાએ પોતાના પતિ ડૉ. દીપક સિંઘલ વિરૂદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
First published: July 1, 2020, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading