Home /News /south-gujarat /સુરત : કોરોનાએ બે સ્વજન હણી લીધા, માનિસક હતાશ મહિલા મોતની છલાંગ લગાવવા 10માં માળે ચઢી

સુરત : કોરોનાએ બે સ્વજન હણી લીધા, માનિસક હતાશ મહિલા મોતની છલાંગ લગાવવા 10માં માળે ચઢી

Surat Suicide Attempted : સુરતના વેસુમાં મહિલા 120 ફૂટ ઉંચેથી કૂદી અને જીવ આપવા ગઈ હતી પરંતુ ફાયરની મહેનત મહિલાને બચાવી લીધી

Surat Suicide Attempted : સુરતના વેસુમાં મહિલા 120 ફૂટ ઉંચેથી કૂદી અને જીવ આપવા ગઈ હતી પરંતુ ફાયરની મહેનત મહિલાને બચાવી લીધી

કોરોનામાં (Coronavirus) પરિવારના બે લોકોને ગુમાવ્યા બાદ સતત માનિસક તાણમાં રહેતી મહિલા ગતરોજ 10 માળના બિલ્ડિગ પર આપઘાત માટે પહોંચી હતી જોકે  લગભગ 120 ફૂટની ઉંચાઈએથી નીચે કૂદકો મારવાનો પ્રયાસ કરતી હતી ત્યાં ફાયર વિભાગ (fire brigade) જાણકારી આપવામાં આવતા ગણતરીની મિનિટમાં પહોંચીને આ મહિલાને વાતોમાં નાખીને એક કલાકની ભારે જહેમત બાદ આ મહિલાને બચાવવામાં સફળતા મળી હતી. જોકે ફાયર વિભાગ બનાવવાળી જગ્યા પર પહોંચીને    ફાયરના જવાનોએ 54 મીટર સુધી ઊંચે જતી સીડીવાળી TTL ગાડી, જમ્પિંગ સીટ અને ચેરનોટ સાથે રેસ્ક્યૂના ત્રણેય વિકલ્પ સાથે રેસ્કયૂ ઓપરેશન પાર પાડ્યું હતું.

સુરતમાં સતત આપઘાતની ઘટના બની રહી છે ત્યારે ગતરોજ રાત્રિના 10 વાગ્યાના સુમારે સુરતના ફાયર વિભાગને એક કોલ મળેલ હતો કે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ   નંદનવન-1ના 10માં માળે ગેલેરીમાંથી  એક મહિલા આપઘાતનો પ્રયાસ કરી રહી છે. જોકે કોલ મળતાની સાથે  ફાયરના જવાનો TTL ગાડી, જમ્પિંગ સીટ અને ચેર નોટ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ પણ વાંચો : Save Vivan: વિવાન માટે 16 કરોડની જરૂરિયાતમાંથી કેટલા રૂપિયા આવ્યા? પિતાએ મદદની અપીલ કરી

એક બાજુ TTLગાડીની 54 મીટરની ઉંચાઈ સુધી લઈ જવાતી સીડીની મદદ લેવાઈ હતી. તો બીજી બાજુ જમ્પિંગ સીટ ગ્રાઉન્ડ ફ્લોર પર તૈયાર કરાઈ હતી, અને ત્રીજી ટીમ ચેરનોટ એટલે કે, શરીરે દોરડા બાંધી 11માં માળેથી 10 માળે ઉતરવાની કોશિશ કરી મહિલાને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
" isDesktop="true" id="1115906" >

જોકે આ મહિલાનાં પરિવારમાં કોરોનાકાળ દરમિયાન એક પછી એક એમ બે લોકોના મોતને પગલે મહિલા સતત માનસિક તાણમાં રહેતી હતી અને આ માનસિક તાણને લઈને આ પગલું ભરવા જઈ રહી હતી. ત્યારે ફાયર વિભાગ દ્વારા આ મહિલાને બચવા માટે ત્રણેય વિકલ્પ સાથે કામગીરી કરી ચોથી બાજુ મહિલાને વાતોમાં રાથી હતી.

આ પણ વાંચો : મોરબી : 'બાય મિતાલી એકવાર મારી લાશ પર રોવા આવજે..,' આયેશાની જેમ FB Live કરી યુવકનો આપઘાત

જેને લઈ ચેરનોટની ટીમે અચાનક ઉપરથી ગેલેરીમાં કૂદી મહિલાને પકડીને ખેંચી લીધી હતી. આ રીતે મહિલાનો બચાવ થતા જોઈ પરિવાર ભાવુક બની ગયો હતો. અનેકવાર આભાર વ્યક્ત કરી કામગીરીની ભરપેટ વખાણ કર્યા હતાં જોકે આ મહિલા એટલી હદે માનસિક તાણમાં છે. જેને લઈને અગાવ પણ બે વખતે આપઘાતનો પ્રયાસ કરી ચુકી છે. ત્યારે આ વખતે ભરેલા પગલાંને લઇને પરિવાર ચિંતામાં મૂકાઈ ગયું હતું. ત્યારે સુરતના ફાયર વિભાગના જવાનોએ આ મહિલાને જીવ બચાવીને સરાહનીય કામગીરી કરી હતી
Published by:Jay Mishra
First published:

Tags: Surat Crime, Surat crime News Gujarati, Surat news, Surat woman climbed, Surat Woman Suicide Attempt

विज्ञापन
विज्ञापन