સુરત : ઓનલાઇન છેતરપિંડીનો નવો કીમિયો, સુરતમાં મહિલા બની શિકાર

News18 Gujarati
Updated: November 4, 2019, 2:15 PM IST
સુરત : ઓનલાઇન છેતરપિંડીનો નવો કીમિયો, સુરતમાં મહિલા બની શિકાર
પ્રતિકાત્મક તસવીર

નેટ બેન્કિંગ કે પછી ડેબિટ કે પછી ક્રેડિટ કાર્ડના નામે ફોન કરીને છેતરપિંડી કરતા કિસ્સા તમે સાંભળ્યા જ હશે. પરંતુ આ વખતે સુરતની એક મહિલાને ઠગોએ અનોખી રીતે જ ઠગી લીધી છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : ઓનલાઇન ઠગાઈના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. આ વખતે સુરતની મહિલા ઓનલાઇન ઠગાઈનો ભોગ બની છે. જોકે, આ વખતે ઠગોની ઠગાઈ કરવાની રીત જરા જુદી છે. સુરતની મહિલાએ મહાનગરપાલિકામાં મચ્છર મારવા માટે દવા વિભાગને ફોન કર્યો હતો. જે બાદ રજીસ્ટ્રેશન માટે 10 રૂપિયા જમા કરવાનું કહીને ગઠીયાઓએ મહિલાના ખાતામાંથી 51 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.

નેટ બેન્કિંગ કે પછી ડેબિટ કે પછી ક્રેડિટ કાર્ડના નામે ફોન કરીને છેતરપિંડી કરતા કિસ્સા તમે સાંભળ્યા જ હશે. પરંતુ આ વખતે સુરતની એક મહિલાને ઠગોએ અનોખી રીતે જ ઠગી લીધી છે. સુરતના કાપોદ્રામાં રહેતી મહિલાના જનધન ખાતામાંથી ગઠિયાએ ઓનલાઈન 51 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.

મૂળ પુણેના વતની એવા ગૌતમ કરમશી ભાદાણી પોતાની પત્ની સાથે નાના વરાછા રહેવા આવ્યા હતા. દિવાળી હોવાથી તેઓ સુરત ખાતેના પોતાના ઘરે રહેવા આવ્યા હતા. આ વિસ્તારમાં મચ્છરનો ત્રાસ હોવાથી ગૌતમ ભાદાણીની પત્ની પારુલબેને 30 ઓક્ટોબરના દિવસે ગૂગલ પર સર્ચ કરીને વરાછા ઝોન ઓફિસનો નંબર મેળવીને ફોંગિગ મશીન મોકલી દવા છાંટવાની ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : ખેડૂતોને પડ્યા માથે પાટુ, વીમા કંપનીના સર્વેયરોએ સર્વે કરવા પૈસા ખંખેર્યા!

સામે રહેલા યુવકે મહિલાને ફોગિંગ મશીન મોકલવા માટે ઓનલાઈન 10 રૂપિયા ચાર્જ ભરવાની વાત કરી હતી. જે બાદમાં મહિલાને વિશ્વાસમાં લઈને ગઠિયાએ તેમને 10 રૂપિયાનું ઓનલાઇન પેમેન્ટ કરાવ્યું હતું. જોકે, આ પેમેન્ટ બાદ બીજા દિવસે પારુલબેનના એકાઉન્ટમાંથી 51 હજાર રૂપિયા ઉપડી ગયા હતા.

બાદમાં પારૂલબેનને માલુમ પડ્યું હતું કે ઠગોએ તેમને વિશ્વાસમાં લઈને તેમના બેંક ખાતાની તમામ વિગતો મેળવી લીધી હતી. જેના આધારે તેમના ખાતામાંથી રકમ ઉપાડી લીધી હતી. આ મામલે પારુલબેને કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો : છોટાઉદેપુર : મંદિરનાં મહંતે ગળેફાંસો ખાઇને કરી આત્મહત્યા
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर