સુરત : પરિણીતાના પુત્રને ધાબા પરથી ફેંકી દેવાની ધમકી આપી મકાન માલિક વારંવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો


Updated: July 13, 2020, 9:56 AM IST
સુરત : પરિણીતાના પુત્રને ધાબા પરથી ફેંકી દેવાની ધમકી આપી મકાન માલિક વારંવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો
પ્રતિકાત્મક તસવીર

મહિલા ઘરે એકલી હતી ત્યારે મકાન માલિક બળબજરીથી ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેને કિસ કરી લીધી હતી, આ અંગેનો ફોટો મોબાઇલમાં ક્લિક કરી લીધો હતો.

  • Share this:
સુરત : કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે સતત ગુનાખોરી વધી રહી છે. સુરતના અમરોલી વિસ્તાર (Amroli Police Station)માં રહેતી પરિણીતાને તેના બાળકને મકાનના ધાબા પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી તેમજ પરિણીતા અને તેનો કિસ (Kiss)કરતો ફોટો વાયરલ કરવાની ધમકી આપી પરિણીતા પર મકાન માલિકે અવારનવાર બળાત્કાર (Rape Complaint) ગુજાર્યો હતો. જે બાદમાં મકાન માલિકના ત્રાસથી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલે પરિણીતાએ મકાન માલિક વિરુદ્ધ અમરોલી પોલીસ મથકે ફરિયાદ આપી છે.

કોરોના મહામારી વચ્ચે સુરતમાં સતત હત્યા, બળાત્કાર જેવી ફરિયાદો સામે આવી રહી છે. હવે વધુ એક પરિણીતા પર બળાત્કારની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મૂળ ડીસાના વતની અને હાલમાં અમરોલી વિસ્તારમાં 2019ના વર્ષથી ભાડે રહેતા રત્નકલાકર પરિવારની પરિણીતા ગત ઓગસ્ટ મહિનામાં ઘરે એકલી હતી ત્યારે મકાન માલિક તેના ઘરમાં ઘૂસી ગયો હતો.

મકાન માલિકા આ દરમિયાન પરિણીતાને કિસ કરી હતી. આ સમયે મકાન માલિકે કિસ કરતો ફોટો પણ પોતાના મોબાઈલ ફોનમાં લઈ લીધો હતો. ત્યાર બાદ  પરિણીતા તેના પતિ સાથે અન્ય જગ્યાએ રહેવા જતી રહી હતી. જોકે, મકાન માલિક પરિણીતાનો પીછો છોડતો ન હતો. મકાન માલિક પરિણીતા બીજે રહેવા ગઈ હતી ત્યાં પહોંચી જતા હતો અને પરિણીતાનો કિસ કરવાનો ફોટો વાયરલ કરીને તેના દીકરાને ધાબા પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપતો હતો.

નીચે વીડિયો જુઓ : ગુજરાતમાં 15 જુલાઇ સુધી વરસાદની આગાહી

જે બાદમાં પરિણીતાને અમરોલી ખાતે આવાસમાં લઈએ જઈને અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, બાદમાં મકાન માલિકના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પતિએ પૂછપરછ કરતા પરિણીતાએ સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદમાં પતિએ તેની પત્નીની હિંમત આપી હતી અને આ મામલે પરિણીતાએ તેના પૂર્વ મકાન માલિક વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ આપી હતી.
Published by: Vinod Zankhaliya
First published: July 13, 2020, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading