સુરત : આડા સંબંધમાં નડતર મહિલાના પતિની કરી હતી હત્યા, 10 વર્ષે આરોપી રાજકોટથી ઝડપાયો

સુરત : આડા સંબંધમાં નડતર મહિલાના પતિની કરી હતી હત્યા, 10 વર્ષે આરોપી રાજકોટથી ઝડપાયો
સુરતમાં પાપ છાપરે ચઢીને પોકાર્યુ, 10 વર્ષ હત્યાનો આરોપી ઝડપાયો

પાપ છાપરે ચઢીને પોકાર્યુ, સુપરવાઇઝર સાથે મળીને 2 શખ્સોએ સાઇટ પર કામ કરતી મહિલાની પતિનું કાસળ કાઢી નાખ્યું હતું, કાનૂનો ગાળિયો એક દશકે આરોપી સુધી પહોંચ્યો

  • Share this:
સુરત : ગુજરાતીમાં એક કહેવત છે કે 'પાપ છાપરે ચઢીને પોકારે' વ્યક્તિ ખોટું કરીને ગમે તેટલો નાસતો ફરે પણ એક દિવસ તેનો ન્યાય જરૂર થાય છે. આવો જ કિસ્સો સુરત શહેરમાં ઘટ્યો છે. સુરતમાં 10 વર્ષ અગાઉ મહિલાએ આડા સંબંધમાં નડતર પતિની પ્રેમી અને તેના મળતિયાઓ સાથે મળી હત્યા કરાવી નાખી હતી.જોકે, આ કેસમાં મહિલા અને તેનો પ્રેમી ઝડપાઈ ગયો હતો પરંતુ એક આરોપી નાસતો ફરતો હતો. આખરે 10 વર્ષે તે પોલીસના હાથમાં આવી ગયો છે. સુરતમાં (Surat)માં રહેતા એક યુવાનની પત્ની (Wife) તેના સુપરવાઈઝર સાથે પ્રેમ સંબંધ સાથે અનૌતિક સંબંધ બંધ હોવાનો ભાંડો ફૂટી જતા અડચણ રૂપ થતા પતિની પત્ની અને તેના પ્રેમીએ તેના મળતિયા સાથે મળી હત્યા કરાવી (Wife Murdered Husband  in Surat)  નાખી હતી. જોકે, હત્યાના 10 વર્ષ બાદ પ્રેમિકાના સાગરિતની સુરત પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે.

સુરતમાં બનેલા કેટલાક એવા ગુના છે કે તેના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂરછે ત્યારે આવા આરોપી શોધી તેમને જેલના સળિયા પછ મોકલી આપવા માટે સુરત પોલીસ સતત કાર્યરત છે ત્યારે પોલીસને એક હકીકત મળી હતી કે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ ગામ નજીક કૃભકો ફાટક નજીક આજથી 10 વર્ષ પહેલા એકે શ્રમજીવી લાકડાના ફાટક મારીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.



આ પણ વાંચો : છોટાઉદેપુર : દોસ્તી-પ્રેમ અને હત્યા, ભરવાડ યુવકનું ગોવાળ તરીકે રાખેલા મિત્રએ કર્યુ ખૂન, પોલીસે કર્યો પર્દાફાશ

જોકે જેતે સમયે મરનાર યુવાનનું નામ જગદીશ ખારવા તરીકે ઓળખ થઇ હતી જોકે મરનાર જગદીશ જે કનસ્ટ્રક્શન સાઈડ પર કામ કરતો હતો ત્યાં કામ કરતા સુપરવાઈઝર અને જગદીશની પત્ની વચ્ચે કેટલાક સમયથી પ્રેમ સંબંધ સાથે અનૈતિક સંબંધ હતા. જોકે આ સંબંધ બાબતે પતિ જગદીશને ખબર પડી જતા પતિ પત્ની વચ્ચે દરોજ કોઈને કોઈ બાબતે ઝઘડો થતો હતો.

જોકે, આ બધાની વચ્ચે એક દિવસ પત્નીએ તેના પ્રેમી સાથે માંડીને પતિનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યુ હતું. જેથી એકે દિવસ સુપરવાઈઝર રણજિત પરમાર તેના બે મળતિયા સવજી ડામોર અને રમેશ કટાર સાથે મળીને જગદીશને રેલવે ફાટક પાસે લઇ જઈને તેની હત્યા કરી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો :  સુરત : લાલુ જાલીમ ગેંગનો આતંક, કતારગામમાં મકાન પડાવવા વેપારીના પુત્રનું અપહરણ કરી હાથપગ ભાંગી નાખ્યા

જોકે આ હત્યાના દસ વર્ષ બાદ પોલીસને હત્યામાં સંડોવાયેલ રમેશ કટાર રાજકોટ ખાતે એક બિલ્ડિગ ની સાઈડ પર કામ કરતો હોવાની વિગતના આધારે સુરત પોલીસ આરોપી રાજકોટ જઈને ઝડપી પાડી તેને સુરત ખાતે લઇ આવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે. જોકે હત્યામાં સંડોવાયેલા અનીય આરોપી વિશે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:December 16, 2020, 17:44 pm

ટૉપ ન્યૂઝ