વરરાજાની પહેલમાં મહેમાનો પણ જોડાયા, સુરતમાં લગ્ન રિસેપ્શનમાં ગવાયું રાષ્ટ્રગીત

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 26, 2017, 12:26 PM IST
વરરાજાની પહેલમાં મહેમાનો પણ જોડાયા, સુરતમાં લગ્ન રિસેપ્શનમાં ગવાયું રાષ્ટ્રગીત
સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં સોજીત્રા પરિવારે પોતાના પુત્રના લગ્ન પ્રસંગે યોજાયેલા રિસ્પેશનમાં રાષ્ટ્રગીતનું સમૂહગાન કરીને સમાજને એક નવી રાહ ચિંધી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. દીકરાના લગ્નમાં રાષ્ટ્રભાવના વ્યક્ત કરવા માટે રાષ્ટ્રગીત ગવાયા બાદ શરણાઈના સૂરો રેલાયા હતાં. રાષ્ટ્ર ગીતને મહેમાનો, યજમાન સૌ સહિત કૌઈએ પુરા અદબ સાથે ઊભા રહીને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 26, 2017, 12:26 PM IST
સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં સોજીત્રા પરિવારે પોતાના પુત્રના લગ્ન પ્રસંગે યોજાયેલા રિસ્પેશનમાં રાષ્ટ્રગીતનું સમૂહગાન કરીને સમાજને એક નવી રાહ ચિંધી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. દીકરાના લગ્નમાં રાષ્ટ્રભાવના વ્યક્ત કરવા માટે રાષ્ટ્રગીત ગવાયા બાદ શરણાઈના સૂરો રેલાયા હતાં. રાષ્ટ્ર ગીતને મહેમાનો, યજમાન સૌ સહિત કૌઈએ પુરા અદબ સાથે ઊભા રહીને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.

merej rast git

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કાપોદ્રા ચાર રસ્તા નજીક રહેતાં કાંન્તીભાઈ હરદાસભાઈ સોજીત્રાના પુત્ર જતીનના રિધ્ધી સાથે લગ્ન યોજાયા હતાં. લગ્નના બાદ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા સત્કાર સમારંભની શરૂઆત રાષ્ટ્રગીતથી કરી હતી. પુણા સારોલી જંકશન નજીક આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે એકઠા થયેલા યજમાન સાથે મહેમાનોએ પણ પુરી રાષ્ટ્રભાવનાથી ઉભા થઈને રાષ્ટ્રગીત ગાયું હતું. અને દેશપ્રેમના દર્શન કરાવ્યાં હતાં.

વરરાજા જતીનના પિતા કાન્તીભાઈએ જણાવ્યું હતું કે, આપણે ભારત માતાના સંતાનો છીએ અને આપણા દેશની ધરતીનું આપણા પર ઋણ છે અને દેશભક્તિ ઉજાગર કરવાનો આનાથી વિશેષ ક્યો અવસર હોઇ શકે! એટલે અમે રાષ્ટ્ર ગીતનું ગાન કર્યું હતું. દરેક કાર્યક્રમ રાષ્ટ્રગીતથી શરૂ થશે તો લોકોમાં રાષ્ટ્ર પ્રેમ ફરીથી ધબકતો થશે.
First published: January 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर