સુરતમાં ઉઘાડી લૂંટ : શ્રમિકો પાસેથી વતન જવા ટિકિટના ભાવ કરતા વધુ રૂપિયા માંગતો વીડિયો વાયરલ

સુરતમાં ઉઘાડી લૂંટ : શ્રમિકો પાસેથી વતન જવા ટિકિટના ભાવ કરતા વધુ રૂપિયા માંગતો વીડિયો વાયરલ
લિંબાયત નગરસેવકનો ભાઈ.

લિંબાયત નગરસેવકનો ભાઈ શ્રમિકો પાસેથી રેલવે ટિકિટના વધારે પૈસા પડાવી રહ્યાનો વીડિયો વાયરલ, ગુરુવારે લિંબાયતમાં જ શ્રમિકને ઢોર માર મરાયો હતો.

  • Share this:
સુરત : શહેરમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીયો (Migrant Workers) રહે છે. આ લોકોને તેમના વતન મોકલવા માટે હાલ તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે ખાસ ટ્રેન (Train)ની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ સતત એવા આક્ષેપ થઈ રહ્યા છે કે વ્યવસ્થાના ભાગરૂપે જે લોકોને કામ સોંપવામાં આવ્યું છે તેઓ શ્રમિકો પાસેથી વધારે પૈસા પડાવી રહ્યા છે. શ્રમિકો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાનો એક વીડિયો (Viral Video) પણ સામે આવ્યો છે. જેમાં શહેરના વોર્ડ નંબર 25ના નગરસેવક અમિત રાજપૂતનો ભાઈ શ્રમિકો પાસેથી વધારે પૈસા પડાવી રહ્યો છે.

વીડિયો વાયરલ થયોસુરતના લિંબાયતના વિસ્તારના નગરસેવકનો ભાઈ તેની ઓફિસમાં શ્રમિકો પાસે ટિકિટ કરતા વધુ રૂપિયા માંગતો હોવાનો વીડિયો સોશયિલ મીડિયા પર હાલ વાયરલ થયો છે. હાલ પરપ્રાંતીયો વતન જવા માટે બેબાકળા થયા છે ત્યારે આવા અનેક તત્વો તેમને લૂંટી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોર્પોરેટરનો ભાઈ શ્રમિક પાસે 80 લોકોની ટિકિટ માટે 80 હજાર રૂપિયાની માંગણી કરી રહ્યો છે. એટલે કે એક વ્યક્તિદીઠ એક હજાર રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે. શ્રમિક 80 લોકોનાં નામની યાદી સાથે તેની ઓફિસ ખાતે ટિકિટ માટે આવ્યો હોય છે. હકીકતમાં સુરતથી ઉત્તર પ્રદેશ માટે ટ્રેનમાં 700 રૂપિયાની આસપાસ ભાડું થાય છે.

આ પણ વાંચો : સુરત : ભાજપના કાર્યકરે પરપ્રાંતીયોને વતન મોકલવા લાખો ઉઘરાવ્યા, ટિકિટ માંગતા શ્રમિકનું માથું ફોડી નાખ્યું

ભાજપના કાર્યકરનો વીડિયો ઉતારનારને મકાનમાંથી કાઢી મૂકાયો

ગુરુવારે ભાજપના લિંબાયતના એક કાર્યકર રાજેશ વર્માએ ટિકિટ માટે એક શ્રમિકને ઢોર માર માર્યો હતો. શ્રમિકે તેને ટિકિટ માટે પૈસા આપ્યા હતા પરંતુ તેણે ટિકિટ કાળા બજારમાં બીજા લોકોને વેચી દીધી હતી. શ્રમિકા ટિકિટની માંગ કરતા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. શ્રમિકે આ અંગેની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો પીડિત યુવક વાસુદેવના એક મિત્રએ ઉતાર્યો હતો. હવે એવા સમાચાર મળ્યા છે કે વીડિયો ઉતારનાર વ્યક્તિને ભાડાના મકાનમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. ભાજપના કાર્યકર રાજેશ વર્માના દબાણ બાદ માલિકે વીડિયો ઉતારનાર વ્યક્તિને કાઢી મૂક્યાનો આક્ષેપ લાગ્યો છે. આ વીડિયો અભિષેક નામના વ્યક્તિએ ઉતાર્યો હતો.
Published by:News18 Gujarati
First published:May 08, 2020, 13:36 pm

ટૉપ ન્યૂઝ