Home /News /south-gujarat /સુરત : જનતા માર્કેટમાં મારામારીનો Viral Video, દુકાનદાર-યુવકે એકબીજાની ઘોલાઈ કરી

સુરત : જનતા માર્કેટમાં મારામારીનો Viral Video, દુકાનદાર-યુવકે એકબીજાની ઘોલાઈ કરી

સુરતની જનતા માર્કેટમાં મારામારીનો વીડિયો વાયરલ

Surat Viral Video : સુરતના જનતા માર્કેટમાં થયેલી મારામારી મામલે દુકાનદારને આક્ષેપ યુવક અને તેના ભાઈએ હપ્તો માંગી દાદાગીરી કરી હતી

સુરતમાં (Surat) સૌથી મોટું જનતા માર્કેટ (Janta Market) એટલે કે મોબાઈલનું સૌતી મોટું બજાર ત્યારે એક દુકાનદાર (Shop Owner) પાસે યુવક ફોન વેચ્યા બાદ પોતાનું કમિશન લેવા ગયો હતો. જોકે, આ બંને વચ્ચે રકઝક એટલી હદે વણસી ગઈ કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો જેમાં યુવકે દુકાનદારની પીટાઈ કરી નાખી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દુકાનમાં લાગેલા સીસીટીવીમાં (CCTV Video) મારામારીના દૃશ્યો વાયરલ થયા હતા. આમ સામાન્ય બાબાતનો ઝઘડો સોશિયલ મીડિયામાં ગાજ્યો હતો. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

સુરતની જનતા માર્કેટ ગુનેગારોનું સૌથી મોટું હબ બનતું જઈ રહ્યું છે કારણ કે આ એ મોબાઇલ બજાર છે જ્યાં મોટા પ્રમાણમાં ચોરીના મોબાઇલો મળતા હોય છે ભૂતકાળમાં પોલીસે મોટા ઓપરેશન કરીને અહિંયાંથી ગુનેગારોને પકડી પાડયા હતા.

આ પણ વાંચો : વડોદરા : હાર્ટ એટેકનો Live Video,બિલ્ડર દર્શન કરતા કરતા ઢળી પડ્યા, મંદિરમાં જ થયું મોત

પણ આ વિસ્તારમાં દુકાન ચલાવતા લોકોની દાદાગીરી છે કે ભૂતકાળમાં પોલીસ પર પણ જીવલેણ હુમલા કરાયા છે ત્યારે આજે બજારમાં દુકાન ધરાવતા એક દુકાનદારની દુકાનેથી કેટલાક મોબાઈલ એક વ્યક્તિને કમિશન પર વેચવા આપ્યા હતા.



મોબાઇલ વેચ્યા બાદ તેનું જે કમિશન છે તે લેવા માટે આ યુવક મોબાઇલની દુકાનમાં દુકાનદાર પાસે ગયો હતો. જોકે, મોબાઈલની દુકાનના સંચાલકે કમિશન આપવાની ના પાડતા આ યુવક ઉશ્કેરાયો હતો અને દુકાનદાર પર હુમલો કરી દીધો હતો. જોકે સામે દુકાનદાર પણ આ યુવકને જાહેરમાં માર મારવાની શરૂઆત કરી હતી. જોકે સમગ્ર ઘટના અને નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ત્યારે સીસીટીવીના દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જોકે, જનતા માર્કેટમાં થયેલી મારામારી મામલે દુકાનદારને આક્ષેપ યુવક અને તેના ભાઈએ હપ્તો માંગી દાદાગીરી કરી હતી

આ પણ વાંચો : Exclusive : મહીસાગરમાં ગેરકાયદેસર ગર્ભપાતનો Viral Video, મકાનના વાડામાં 'માનવતાની હત્યા'

જોકે આ ઘટનામાં દુકાનદારે યુવાને હુમલો કર્યો તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે પણ દુકાનદાર પણ આ યુવકને માર મારતો હોવાનું દેખાઈ રહ્યું છે કે પોલીસે આ મામલે તપાસ કરી બંને વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Gujarati news, Surat Crime, Surat fight, Surat Mobile Shop Owner Beaten, Surat Mobile shop Owner Beaten in Janta market, Surat news