ફાસ્ટેગના વિરોધમાં ગ્રામજનોની ચીમકી, અમારો ટોલ ટેક્સ લીધો તો હાઈવે જામ કરાશે

News18 Gujarati
Updated: December 9, 2019, 9:05 PM IST
ફાસ્ટેગના વિરોધમાં ગ્રામજનોની ચીમકી, અમારો ટોલ ટેક્સ લીધો તો હાઈવે જામ કરાશે
ફાસ્ટેગના અમલને લઈ ટોલ ટેક્સનો વિરોધ કરતા ગ્રામજનો

સુરત જિલ્લાના અને આજુબાજુના લોકોને છેલ્લા ઘણા વર્ષોથી ટોલ માફ હતો, તે હવેથી આપવો પડશે જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ છે

  • Share this:
સુરતના નેશનલ હાઇવે પર સ્થાનિક ગામવાસીઓ પાસેથી પણ ફાસ્ટેગના અમલ બાદ ટોલ ટેક્સ ઊઘરાવવાના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ વિરોધમાં સ્થાનિક ગામના સરપંચ સાથે સહકારી આગેવાન અને પાસની ટિમ પણ જોડાઈ હતી.

આગામી 15 તારીખથી દેશના તમામ ટોલ નાકા ફાસ્ટ્રેગ બની જવાના છે ત્યારે સુરત જિલ્લાના અને આજુબાજુના લોકોને છેલ્લા ઘણા વર્ષોથી ટોલ માફ હતો, તે હવેથી આપવો પડશે જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ છે ત્યારે આજે સુરત જિલ્લા અનેક સંગઠન સાથે સહકારી આગેવાન અને પાસની ટિમે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને તેમની લાગણી અને માંગણી જણાવી હતી અને સાથે ચીમકી પણ આપી હતી કે, આગામી 15 તારીખે જો સ્થાનિક લોકો પાસે ટોલ લેવામાં આવશે તો સ્થાનિક લોકો આંદોલન સાથે 15 તારીખથી હાઇવે પર ચક્કા જામ કારની પોતાનો વિરોધ દરશાવશે.

સ્થાનિકોએ આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલેકટર કચેરી બહાર જ ગામવાસીઓએ છાજિયાં લીધા હતાં. ટોલ ટેક્સમાંથી સુરત સહિત જિલ્લાના ગામવાસીઓ અને શહેરીજનોને મુક્તિ આપવાની માંગ કરી હતી. હાલ જ કામરેજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામરેજ ટોલ પરથી પસાર થતા સુરતના વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવાની તૈયારી દર્શાવી છે. જેનો સમગ્ર કામરેજ અને તેની આસપાસના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટોલ બચાવ સમિતિના નેજા હેઠળ આજ રોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી.
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर