સુરત : મહિલાની હત્યા કેસમાં આરોપી 22 વર્ષે ઝડપાયો, હત્યારો પતિ હજુ ફરાર


Updated: January 19, 2020, 1:04 PM IST
સુરત : મહિલાની હત્યા કેસમાં આરોપી 22 વર્ષે ઝડપાયો, હત્યારો પતિ હજુ ફરાર
ઝડપાયેલો આરોપી.

આરોપી ગિરિરાજ સુરતના વરાછા વિસ્તારમાં રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હોવાની વિગત મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

  • Share this:
સુરત : શહેરના વરાછામાં આજથી 22 વર્ષ પહેલા થયેલી હત્યા કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં જેની હત્યા થઇ હતી તે મહિલાનો પતિ હાલમાં ફરાર છે. પોલીસે આ કેસમાં એક આરોપીને બાતમીના આધારે ઝડપી પડ્યો છે. પત્ની હત્યા બાદ આરોપી પોલીસથી નાસતો ફરતો હતો અને સુરતમાં રીક્ષા ચલાવતો હતો.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ડાહ્યાપાર્ક સોસાયટી નજીકની કચરાપેટીમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. મહિલાના શરીર પર ઇજાના નિશાન હતા. જે તે સમયે આ કેસની તપાસ વરાછા પોલીસ કરી રહી હતી. આ લાશ વર્ષ 1998માં 29 ઓક્ટોબરના રોજ મળી હતી. તેમજ મૃતક મહિલાનું નામ પૂજા હતું.

પોલીસે તપાસ કરતા આ મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના પતિએ જ કરી હોવાનું સામે આવ્યું હતું. આ હત્યામાં મહિલાના પતિની તેના ત્રણ મિત્રોએ મદદ કરી હતી. પોલીસ આ મામલે રાજબહાદુર લીલાધર કુશ્વાહ, સુરેશ કુશ્વાહની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર ગિરિરાજ ફોજદાર અને મહિલાનો પતિ લાંબા સમયથી નાસતા ફરતા હતા.

આરોપી ગિરિરાજ સુરતના વરાછા વિસ્તારમાં રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હોવાની વિગત મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે, આ કેસમાં મહિલાનો પતિ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ આગામી દિવસોમાં મહિલાનો પતિ ભગવાનસિંહ કુશ્વાહની આગામી દિવસોમાં ધરપકડ કરે તેવી શક્યતા છે.
First published: January 19, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading