સુરત : રાજ્યમાં (Gujarat) કોરોનાનાં (coronavirus) કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે આજે સોમવારે સુરતમાં (Surat) 52 વર્ષનાં પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજકોટમાં (Rajkot) પણ શંકાસ્પદ 10 નવા કેસ સામે આવ્યાં છે. આ તમામને હૉસ્પિટલમાં લઇ જઇન મેડિકલ પરીક્ષણ થઇ રહ્યું છે. જ્યારે વડોદરામાં (Vadodara) એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા આખો વિસ્તાર ક્વૉરન્ટાઇન કરાયો છે.
સુરતનાં 52 વર્ષનાં એહસાન રશીદ ખાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હૉસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત પાંચ શંકાસ્પદ દર્દીઓને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો - StayHome : રાજ્યમાં કોરોનાનાં નવા કેસ હિસ્ટ્રી વગરનાં, લોકલ ટ્રાન્સમિશનનો ખતરો?
આ સાથે રાજકોટમાં પણ શંકાસ્પદ વધુ 10 કેસ સામે આવ્યાં છે. રાજકોટ શહેરના 7, રાજકોટ જિલ્લા 2 અને અન્ય જિલ્લાના 1 કેસ સામે આવ્યાં છે. જેમાં 6 પુરૂષ અને 4 સ્ત્રી દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો આવતા સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે. આ શંકાસ્પદ 10 માંથી 3 બાળકોનાં સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Statue Of Unity 30,000 કરોડમાં વેચવાનું છે, જાહેરાત કરનાર સામે ફરિયાદ
વડોદરામાં 3500થી વધુ લોકોને ક્વૉરન્ટાઇન કરાયા
આ ઉપરાંત વડોદરામાં એક 54 વર્ષનાં પુરુષનો કેસ પોઝિટિવ આવતા આખો નાગરવાડા વિસ્તારને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યો છે. શહેરનાં નાગરવાડાના પટેલ ફળીયામાં રહેતા 54 વર્ષના ફિરોઝખાન પઠાણને કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ તંત્ર દોડતુ થઇ ગયુ છે અને ફિરોઝની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસી હતી. પરંતુ નજીકનાં ભવિષ્યમાં ફિરોઝે કોઇ પ્રવાસ કર્યો નહી હોવાની માહિતી તંત્રને મળી છે. ફિરોઝની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નહી હોવાથી આ કેસ લોકલ ટ્રાન્સમિશનનો હોવાની શંકા જતા તંત્રએ તકેદારી રાખવા માટે પટેલ ફળિયા, નાગરવાડા અને મચ્છી પીઠના કેટલોક વિસ્તાર મળીને લગભગ 700 ઘરના વિસ્તારને રેડ ઝોન જાહેર કરીને ક્લસ્ટર ક્વૉરન્ટાઇન કરી દેવાયો છે. આ 700 ઘરમાં આશરે 3500થી વધુ લોકોને 14 દિવસ સુધી ઘરની બહાર નહી નીકળવા માટેનો આદેશ આપી દેવાયો છે. તેમને જરૂરી તમામ ચીજ વસ્તુઓ તંત્ર દ્વારા તેમના દરવાજા સુધી પહોંચાડવામાં આવશે. આ નિયમનો ભંગ કરનાર સામે પાસા સુધીના પગલા લેવાય તેવી સૂચના પણ તંત્ર દ્વારા જાહેર કરાઇ છે.
આ વીડિયો પણ જુઓ -