સુરત : કાપડ બજારમાં 10 હજાર માણસોની તાત્કાલીક જરૂર, વેપારીઓએ શરૂ કર્યુ રજિસ્ટ્રેશન

સુરત : કાપડ બજારમાં 10 હજાર માણસોની તાત્કાલીક જરૂર, વેપારીઓએ શરૂ કર્યુ રજિસ્ટ્રેશન
સુરતમાં સોમવારથી 164 કાપડ માર્કેટ શરૂ થઈ

કાપડ બજારમાં જો કોઈને નોકરી કરવી હોય તો વેપારીઓ દ્વારા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, આ ઉપરાંત એક વૉટ્સએપ નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે.

  • Share this:
સવા બે મહિના લાંબા લૉકડાઉન દરમિયાન વેપાર-ધંધા આર્થિક રીતે પાયમાલ થઈ જતા અનેક લોકોએ રોજગારી ગુમાવી છે તો બીજી તરફ લાખોની સંખ્યામાં પરપ્રાંતીય કારીગર-કર્મચારીઓ વતન હિજરત કરી ગયા હોય નોકરીઓ ફાજલ પણ પડી છે. આજથી દુકાનો શરૂ થઈ 1હોય ત્યારે અનેક વેપારીઓને કર્મચારીઓની જરૂર પડી હોય વ્યાપાર પ્રગતિ સંઘ દ્વારા એક ઓનલાઈન જોબ પોર્ટલ શરૂ કરાયું છે, જેમાં નોકરી આપનાર અને નોકરી કરવા માંગનાર બંનેનો સંપર્ક કરાવવામાં આવશે.

વ્યાપાર પ્રગતિ સંઘના પ્રમુખ સંજય જગનાનીએ કહ્યું કે, કારીગરોની સાથો-સાથ ઘણાં સ્કીલ્ડ ઘરાવતાં લોકો પણ પોત-પોતાના વતન ચાલ્યા ગયા છે. જે આવનારા કેટલાંક મહિના સુધી પરત ફરે તેમ લાગતું નથી. તેવી કોઈ આશા દેખાતી નથી. આવા સંજોગોમાં અમારી સાથે સંકળાયેલા ઘણાં વેપારીઓ એવા છે કે, જેમને મોટી સંખ્યામાં કર્મચારીઓની જરૂર છે.આ પણ વાંચો :  સુરત : લોકડાઉનમાં ટોરન્ટ પાવરે કતારગામમાં ભુક્કા બોલાવ્યા, 10 ગણા વધું લાઇટ બીલ ફટકાર્યા હોવાનો આક્ષેપ

તેથી અમે ઓનલાઈન લિંક જાહેર કરી છે. આ લિંક પર એમ્પ્લોય અને એમ્પ્લોયર બંન્ને પોતાનું રજિસ્ટ્રેશન કરીને પોતાની જરૂરિયાત પ્રમાણે આજીવિકા મેળવી અને આપી શકે છે. અમે વોટ્સ એપ નંબર 93754 34086 પણ જાહેર કર્યો છે. જેના પર નોકરી આપનાર અને નોકરી મેળવનાર બંન્ને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.

આ પણ વાંચો :  સુરત : Unlock1.0 માં દારૂની પરમીટ વાળી દુકાન ખૂલતા જ લાઈનો લાગી, કોરોનાનો ડર છૂમંતર થઈ ગયો

અત્યાર સુધી અમારી પાસે 30 લોકોએ રોજગારી આપવાની તૈયારી સાથે પોતાની ડિમાન્ડ નોંધાવી છે. શરૂઆતના તબક્કામાં 10 હજારથી વધુ એકાઉન્ટ્સ, કોમ્પ્યુટર વિભાગની સાથો-સાથ કાપડના પાર્સલ કટીંગ-પેકિંગ કરનાર લેબરની પણ જરૂરિયાત છે. અમે રજિસ્ટ્રેશન ધીરે-ધીરે કરતાં જઈને લોકોને વધુમાં વધુ નોકરી મળે તેવા પ્રયત્નો કરીશું.
First published:June 01, 2020, 18:50 pm

टॉप स्टोरीज