સુરત: ઇન્ટરવ્યૂ માટે બાઇક પર જઈ રહેલા બે યુવાનને નડ્યો અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત

સુરત: ઇન્ટરવ્યૂ માટે બાઇક પર જઈ રહેલા બે યુવાનને નડ્યો અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત
અકસ્માત બાદ એકનું મોત.

બંને યુવાનો બાઇક લઈને ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા પર ઊભેલા એક ટેમ્પો સાથે ધડાકાભેર અથડાયા હતા.

  • Share this:
સુરત: સુરતના ઉધના વિસ્તાર (Udhana area)માં રહેતા બે યુવાનો આજે પોતાની નોકરી માટેના ઈન્ટરવ્યૂ (Interview) માટે પોતાની બાઇક પર નીકળ્યા હતા. આ દરમિયાન ઉધના નજીક એક ટેમ્પો સાથે યુવાનોની બાઇક (Bike) ધડકાભેર અથડાતા બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજી તરફ બાઇક પાછળ સવાર યુવાનને સારવાર માટે નજીકની હૉસ્પિટલ (Hospital)માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતો. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા પરિવાર બનાવ સ્થળે દોડી ગયો હતો. પુત્રના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બનાવમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ રોડ પર લોકો એકઠા થઈ ગયા હતા અને ઘાયલ યુવકને સારવાર માટે ખસેડ્યો હતો.

સુરતમાં આજનો દિવસ બે યુવકો માટે ગોઝારો સાબિત થયો છે. ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર ખાતે રહેતા યુવાનો આજે પોતાની નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા. બંને યુવાનો બાઇક લઈને ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા પર ઊભેલા એક ટેમ્પો સાથે ધડાકાભેર અથડાયા હતા.





આ પણ વાંચો: સુરત પોલીસ વિવાદમાં: ખરીદી કરવા નીકળેલા યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ, યુવક સારવાર હેઠળ

અકસ્માતને પગલે બંનેને ગંભીર ઇજા થવા પમી હતી. જોકે, બાઇક ચાલક શ્યામ કુમાર ગુપ્તાનું ઘટના સ્થળે જ સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. આ દરમિયાન પાછળ સવાર સુરેશ સોનવણેને શરીરે ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર માટે સ્થાનિક લોકો નજીકની હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: હોમ લોનના વ્યાજદર 15 વર્ષના તળિયે, શું લોન લેવાનો આ યોગ્ય સમય છે કે વ્યાજદર હજુ ઘટશે?

આ પણ વાંચો: પાલનપુર: ટ્ર્ક પલટી જતાં 38 ઘેટાં-બકરાનાં મોત, હાઇવે પર સર્જાયા કમકમાટી જન્માવે તેવા દ્રશ્યો



અકસ્માત લઈને સ્થાનિક લોકોનાં ટોળા એકત્ર થતાં ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. પોલીસ પર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને ટેમ્પો ચાલકની અટકાયત કરી છે. ઘટનાની જણકારી મળતા યુવાનનો પરિવાર પણ ઘટના સ્થળ દોડી આવ્યો હતો. પોતાના જુવાનજોધ પુત્રનાં મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
Published by:Vinod Zankhaliya
First published:March 05, 2021, 15:17 pm

ટૉપ ન્યૂઝ