સુરત: બે મહિલા આરોપીઓનો જેલમાં કર્યો આપઘાતનો પ્રયાસ

News18 Gujarati
Updated: August 25, 2018, 3:19 PM IST
સુરત: બે મહિલા આરોપીઓનો જેલમાં કર્યો આપઘાતનો પ્રયાસ
ફાઇલ તસવીર

દવાનો ઓવરડોઝ લઇને બંને મહિલાઓએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે

  • Share this:
સુરત: સુરત શહેરની લાજપોર જેલમાંથી બે મહિલા કેદીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ બંનેને હાલમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. દવાનો ઓવરડોઝ લઇને તેમણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં બંનેની પરિસ્થિતિ નાજૂક છે. પેરાસિટામોલ, ફેમોજીલીન,મેટ્રોઝીલ નામની દવાઓ બંને મહિલાઓએ પીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આપને જણાવી દઇએ કે આ બંને મહિલાઓ પર બાળક ઉપાડી જવાનો આરોપ હતો. બંને આરોપી મહિલાનું નામ રોશની બશીર રંગુનવાળા અને નાઝમીન સાજીદ મુસ્તુફા કુરૈશી છે. આ બંનેનાં આપધાતનાં પ્રયાસ બદલ તેમનાં વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે. બંને મહિલાઓએ તમામ દવાઓની10-10 ગોળીઓ ખાઇ લેવાનું તબીબોએ જણાવ્યું છે.

રોશની બશીર રંગુનવાલા અને નાઝમીન સાજીદ મુસ્તુફા કુરૈશી નામની આ બંને મહિલાઓ વન કોકોવાલાનાં બાળકનાં અપહરણ કેસમાં સજા કાપી રહી હતી.
First published: August 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading