સુરતના કામરેજમાં પોલીયોની રસીથી બે બાળકોના મોત, પરિવારની ફૉરેન્સિક રિપોર્ટની માંગણી

News18 Gujarati
Updated: October 10, 2019, 3:11 PM IST
સુરતના કામરેજમાં પોલીયોની રસીથી બે બાળકોના મોત, પરિવારની ફૉરેન્સિક રિપોર્ટની માંગણી
કામરેજના આરોગ્ય કેન્દ્રમાં મોતની રસીએ બે માસૂમોનો જીવ લીધો હોવાનો પરિવારજનોનો આક્ષેપ!

મૃતક બાળકોના પરિવારજનોએ તબીબ પર આરોપ લગાવ્યો, પોલીયોની રસી બાદ તાવ આવ્યો અને મોત થયું

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતના (Surat) કામરેજમાં (Kamrej) એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીયોના (Polio) બે ટીપાં પીવડાવ્યા બાદ બે બાળકોનાં મોત (Death of Two Children) થયા છે. સુરતના કામરેજ વિસ્તારમાં આવેલી સરકારી આંગણવાડીમાં ગઈકાલે બે જોડિયા બાળકોને રસી આપવામાં આવી હતી.

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડૉક્ટરોની બેદરકારીના કારણે તેમના સંતાનોનાં મોત થયા છે. સુરતની આ ઘટના બાદ મોતનું સાચું કારણ શોધવાની કવાયત શરૂ થઈ છે. ગઈકાલે મમતા દિવસ અંતર્ગત સુરતમાં આ બાળકોને પોલીયોની રસી આપવામાં આવી હતી.

મૃતક બાળકોના એક સ્વજને એક વાતચીતમાં જણાવ્યું, ' અમે 12 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે બાળકોને લઈને રસી આપવા ગયા હતા. ડૉકટરે રસી મૂક્યા બાદ અમને કહ્યું કે તાવ આવે તો ગભરાતાં નહીં રાત્રે બાળકો સુઈ ગયા બાદ સવારે ઉઠ્યાં નહીં. આ ઘટના ગઈકાલની હતી. પોલીયોની રસીએ બે જોડિયા બાળકોનાં મોત થયા હોવાનો પરિવારનો આક્ષેપ છે.

આ પણ વાંચો :  રૂપાણી-ગહલોતના વાકયુદ્ધ વચ્ચે રાજસ્થાન બોર્ડરથી દારૂ ઝડપાયો

ફૉરેન્સિક રિપોર્ટ ન મળે ત્યાં સુધી બાળકોની લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર


કામરેજની સરકારી આંગણવાડીમાં ગઈકાલે આ રસી આપવામાં આવ્યા હતા. હાલ પરિવાર સિવિલ હૉસ્પિટલમાં પૉસ્ટમોર્ટમ કરવા માટે પહોંચ્યા હતા. પરિવારજને કહ્યું કે તબીબે કહ્યું હતું કે તાવ આવે તો ખાનગી દવાખાને જતાં નહીં, સવારે બાળકોને અમે ખાનગી હૉસ્પિટલમાં લઈ જતાં ત્યાં બાળકોને મૃત જાહેર કર્યા. અમને જ્યાં સુધી ફૉરેન્સિક રિપોર્ટ નહીં મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ'આ પણ વાંચો :  CEPTનાં ગરબામાં મારામારી અંગે 3 સામે ગુનો નોંધાયો, આનંદીબેનનાં પૌત્રએ FB પર ઠાલવ્યો હતો રોષ

ધારાસભ્યએ કહ્યું કાયદેસરની કાર્યવાહી થશે

પરિવારે જવાબદારો પર કડકમાં કડક પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે. પરિવાર કહે છે કે બંને બાળકોને રસી મૂક્યા બાદ જ તેમના મોત થયા છે તેવો આક્ષેપ કરતા પોલીસ ફરિયાદની માંગણી કરી છે. જોકે, આ મામલે કામરેજ મતવિસ્તારના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ બાહેંધરી આપી છે. કાયદાની રૂહે જે કોઈ પણ કાર્યવાહી કરવાની હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

'16 કલાક પછી મોત થયા છે, ફૉરેન્સિક અહેવાલ બાદ જ કારણ જાણી શકાય'

ડૉ, ભાટીના મતે તપાસ થાય ત્યારબાદ જ સાચું કારણ જાણી શકાશે.


કામરેજ સરકારી હૉસ્પિટલના તબીબ ડૉ. ભાટીએ જણાવ્યું હતું કે ' ગઈકાલે અનેક બાળકોને આ રસી આપવામાં આવી હતી. રસી આપવામાં આવી તેના 16 કલાક બાદ બાળકોનાં મોત થયા છે. અત્યાર કઈ પણ કહેવું વહેલું ગણાશે. ફૉરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાય.
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर